આજરોજ સુરતમાં ફી વધારાને લઇને આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ, કહ્યું કે…

112

ગુજરાત રાજ્યમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે આ વખતે ગુજરાતમાં ભાજપને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી પોતાના તમામ ઉમેદવારોને ગુજરાતની બધી બેઠક પર ઊભા રાખશે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વર્ચસ્વની વાત કરીએ તો દિવસે ને દિવસે ગુજરાતમાં આદમી પાર્ટી નો વર્ચસ્વ વધી રહ્યું છે અને અલગ અલગ જિલ્લાઓ, તાલુકાઓ અને શહેરના સામાજિક અગ્રણીઓ અને ભાજપ અને કોંગ્રેસ થી કંટાળેલા રાજકીય પક્ષોના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

આ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી ને લઈને અલગ અલગ વિસ્તારોમાં દિવસેને દિવસે વિરોધ કરવામાં આવે છે ત્યારે આજરોજ સુરત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ફી વધારા અંગે વિરોધ કરવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીના નગરસેવક તેમજ શિક્ષણ સમિતિના સદસ્ય રાકેશ હિરપરા ની આગેવાનીમાં વરાછા વિસ્તારની યોગી ચોક ખાતે આવેલી હરેકૃષ્ણ વિદ્યાલય ખાતે થી ફી વધારાના કારણે વાલીઓએ નારા સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો.

આ ઉપરાંત રાકેશ હિરપરાએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે કે કોરોનાની મહામારી માં કોઈપણ બાળક શાળાએ ભણવા ગયા નથી તે માટે ફી 25 ટકાનો ઘટાડો લેવામાં આવે પરંતુ અહીં તો કંઈક અલગ જ થઈ રહ્યું છે અહીં તો સ્કૂલ ફીમાં વધારો થઈ રહ્યો છે.

સમગ્ર મામલા પર વાલીઓ અને રાકેશ હિરપરા ની આગેવાની હેઠળ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાકેશ હિરપરા એ જણાવ્યું કે અમુક વાલી તો એવા છે તેના બાળકો એક વરસથી શાળામાં અભ્યાસ માટે આવ્યા નથી તેમણે LC જોતું છે

. તેવા વિદ્યાર્થીઓને શાળા દ્વારા LC આપવાની પણ ના પાડી રહ્યા છે. આ ઉપરાંત જ્યારે વિદ્યાર્થીઓ ની પરીક્ષાઓ અને પરીક્ષાના પ્રશ્ન અને ઉત્તર વહી વિદ્યાર્થીઓ શાળામાં લખીને મોકલે છે.

ત્યારે શાળા દ્વારા વિદ્યાર્થીઓની ઉત્તરવહી સ્વીકારવામાં નથી આવતી. આ ઉપરાંત શાળા દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ત્રણ મહિનાની ફી એડવાન્સ માગવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!