કોરોના ના કેસો ને લઈને દેશમાં પહેલીવાર બની આવી ઘટના, એક જ દિવસમાં સરકાર નો પરસેવો છૂટી ગયો

Published on: 9:09 am, Wed, 9 September 20

દેશમાં કોરોનાવાયરસ નો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. દેશમાં મંગળવારના રોજ કોરોના કેસ એક લાખ નોંધાયા હતા. વિશ્વના કોઈપણ દેશમાં 24 કલાકમાં નોંધાયેલા સૌથી વધુ દર્દીઓ છે. દેશમાં પહેલો કોરોના દર્દી 30 જાન્યુઆરી ના રોજ નોંધાયો હતો. તેના 232 દિવસ પછી આટલો મોટો આંકડો નોંધાયો છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 43,55,680 લોકો કોરોના નો ભોગ બની ચૂક્યા છે. જેમાંથી સાડા ત્રણ લાખ તો છેલ્લા ચાર દિવસમાં જ વધ્યા છે.

ચિંતાજનક વાત એ છે કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 1532 લોકોના મોત થયા છે, જ્યારે રાહતની વાત એ છે કે, મંગળવારે કુલ 89,446 લોકોએ કોરોના ને માત આપી હતી. મૃત્યુ અને સાજા થવાના આંકડા પણ એક દિવસ ના સૌથી મોટા આંકડા છે. દેશમાં કોરોના થી અત્યાર સુધી કુલ 73,828 લોકોના મૃત્યુ થયા છે અને મૃત્યુદર 1.69% છે.

આ ઉપરાંત સાજા થનારાની સંખ્યા 33,86,065 છે અને રિકવરી રેટ 77.73% છે. બીજી તરફ, ICMR ના કહેવા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,98,621 ટેસ્ટ કરાયા છે. આમ,કોરોના ટેસ્ટનું અત્યાર સુધી નો આંકડો પાંચ કરોડને પાર થઈ ચૂક્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!