ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, વૈજ્ઞાનિકોએ શોધી બમણો નફો આપતી આ છોડ ની જાત

330

જંતુનાશક પેસ્ટિસાઇડ્સ,કેમિકલ્સ અને રસાયણિક ખાતર વાપરવાના બદલે હવે ગુજરાતમાં કૃષિ વિભાગ કુદરતી ખેતી માટે વધુ ધ્યાન આપી રહ્યું છે. તેથી તે અંગે સંશોધન થઇ રહ્યા છે.જ્યાં તુવેર નું ઉત્પાદન સૌથી વધુ થાય છે તે દક્ષિણ ગુજરાતમાં ઓર્ગેનિક ખેતી માટે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનિકોએ પ્રયોગ ચાલુ કર્યા છે. કુદરતી ખેતી કરવા માટે 2019 માં આખરે વૈજ્ઞાનિક ભલામણો તૈયાર કરી છે. જૈવિક ખેતી થી 165 ટકા નફો મળે છે, આવું કૃષિ વૈજ્ઞાનિકોએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે.

દક્ષિણ ગુજરાતના વધુ વરસાદવાળા આબોહવા ધરાવતા વિસ્તારોમાં સેન્દ્રીય ખેતી તુવેર નુ વધુ ઉત્પાદન અને ચોખ્ખો નફો વધુ મળી શકે છે. તે અંગે ખેતરોમાં પ્રયોગો કરીને એકઠા થયેલા ડેટાના આધારે આ ભલામણો તૈયાર કરી છે. જેમાં 100 ટકા નાઇટ્રોજન હેક્તરે 25 કિલો છાણીયું ખાતર આપવા ભલામણ કરી છે. તુવર માટેની માવજતની પદ્ધતિ વિકસાવી છે.

જેમાં તુવેરને 60 સેમી હાર નું અંતર રાખવું.20 સેમી બે છોડ વચ્ચે અંતર રાખવું.120 સેમી જોડ વચ્ચે અંતર રાખવું. વાવણી સમય અને વાવણીના એક મહિના બાદ હેકતરે 1.6 ટન અથવા 3 ટન નાદેપ કમ્પોસ્ટ અથવા 5.6 ટન છાણીયું ખાતર આપવું. બે રસ્કા હપ્તા કરીને આપવું.

ટ્રાય કોડમાં અને સ્યુદિમોનોસ દરેક 2 કિલો અથવા લીટર પ્રતિ હેક્ટરે વાવણી વખતે જમીનમાં આપવું. જમીનની માવજત માટે ટ્રાય કોડમાં પાવડર પુંકીને આપવાની પદ્ધતિ 10 કિ.ગ્રા છાણિયા ખાતરમાં 500 ગ્રામ ટાલક આધારિત ટ્રાયલ કોર્ડમાં 1 એકરે આપવામાં આવે છે. પછી જમીનમાં સિંચાઇ કરવી બેથી પાંચ કિલો તાલક આધારિત ત્રાઈકર્દ પાવડર 200 થી 500 કિલો છાણીયું ખાતર સાથે મિક્સ કરી ચાસમાં ઓરીને વાવણી સમય આપવાથી જમીનજન્ય ફૂગથી થતા રોગનું નિયંત્રણ થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!