હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના કાળ ચાલી રહ્યો હોવાના કારણે ભારત માં લોકડાઉન બાદ અનલૉક ના 4 ફેજ પણ આવી ચૂક્યા છે. આવામાં સમગ્ર તંત્ર માત્ર સોશીયલ ડિસ્ટન્સ અને માસ્ક પર જોર આપી રહ્યું હતું. બાકીના તમામ કાયદા ને થોડા સમય માટે છૂટછાટ સાથે પાળવામાં આવી રહ્યા હતા. જોકે હવે તમામ જનજીવન ફરી એકવાર પાટે ચડી રહ્યું છે.
ત્યાર સરકાર દ્વારા તમામ નિયમોનું ફરી એકવાર કડક પાલન થાય તે જરૂરી બન્યું છે. એવામાં ટ્રાફિક પોલીસ દ્વારા હવે ટ્રાફિકના નિયમોનું પણ કડક પણે પાલન કરાવવામાં આવશે.જે અંતર્ગત હેલ્મેટ નો કાયદો ફરી એકવાર કડક રીતે અમલી બનાવવા માટેનો રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
આવતીકાલથી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અંગે ડ્રાઇવ પણ ચલાવવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે,હેલ્મેટ નહીં પહેરવાના કારણે હાલમાં અકસ્માત દરમિયાન ઘાયલ થનારા લોકોનું પ્રમાણ વધી ગયું હતું.
આજે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સમાં અંતર્ગત અકસ્માત ઘટાડવા તેમ નિયમોનું અમલીકરણ માટે ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેની કામગીરી માં હેલ્મેટ ભંગના કેસોને વધારે પ્રાધાન્ય આપવાની ચર્ચા થઈ હતી. જેથી પોલીસ પર પણ હેલ્મેટ ના મહત્તમ કેસ નોંધવામાં રહેશે. શહેર જિલ્લા ઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીને પણ સમીક્ષા કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉક” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!