ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. નવા SOP અનુસાર, વિદ્યાર્થી પોતાના શિક્ષકો પાસેથી માર્ગદર્શન લઈ શકે છે. પરંતુ આ તેમની સ્વયંમ ઈચ્છા પર છે એટલે કે જો તેઓ જવા ઈચ્છે છે, તો જઈ શકે. તેના પર શાળાએ જવા કોઈ દબાણ નહીં. આના માટે ફરજિયાત વાલીની લેખિત મંજૂરી લેવી પડશે.
ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ શાળાએ જઈ શકશે અને પોતાના શિક્ષણ પાસે માર્ગદર્શન મેળવી શકશે. તો શાળાએ જતા વિદ્યાર્થીઓ માસ્ક ફરજિયાત કરવું પડશે. આ સાથે જ છ ફૂટનો ફિઝિકલ અંતર રાખવું પડશે. આ પ્રકારે સ્ટાફરૂમ ઓફિસ એરિયા અને અન્ય જગ્યાઓ મેસ, લાયબ્રેરી માં પણ સોશ્યલ ડિસ્ટન્સ ફરજિયાત કરવું પડશે. તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્કૂલની મુલાકાત દરમિયાન આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે.
સ્કૂલ એસેમ્બલી, સ્પોર્ટ્સ અને અન્ય ઇવેન્ટમાં ભીડભાડ પર કડક પ્રતિબંધ હશે.સ્કૂલને કોઇપણ ઇમરજન્સી સ્થિતીમાં સંપર્ક કરવા માટે શિક્ષકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓને રાજ્ય હેલ્પ લાઈન નંબર અને સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓના નંબર પણ બોર્ડ પર ડિસ્પ્લે કરવાના રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment