ભારે વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો માટે આવ્યા મહત્વના સમાચાર, રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત

Published on: 10:44 am, Wed, 9 September 20

ગુજરાતમાં વરસાદ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં વેધર વોચ ગ્રૂપની બેઠક મળી હતી. જેમાં રાહત નિયામક એ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈ સાઇક્લોનિક સિસ્ટમ સક્રિય નથી તેથી ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. નોંધનીય છે કે, પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે, તારીખ 10 થી 12 સપ્ટેમ્બર માં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સાથે 12મી તારીખે પવન સાથે ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી.

રાજ્યમાં પશ્ચિમ ઊત્તર માં પવન ફુંકાઈ રહ્યા છે. જેના કારણે વહેલી સવારે ઠંડા પવન અને બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. વરસાદે વિરામ લેતા તાપમાનમાં એકાએક વધારો થયો છે. મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે.

હાલના દિવસોમાં બે ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, 10 થી 12 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે,ઓડિશાના નોર્થ પોસ્ટર પર લો પ્રેશર સર્જાયું છે જે આગામી ૨૪ કલાકમાં પશ્ચિમ તરફ આગળ વધીને ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. બીપ ડિપ્રેશન હેઠળ છૂટા છવાયા વિસ્તારોમાં સાવત્રિક વરસાદ થશે.હવામાન વિભાગે જણાવ્યું કે આગામી અઠવાડિયાની ઉત્તરાખંડ, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત, પૂર્વી રાજસ્થાનમાં ચોમાસુ સક્રિય થશે. જેના કારણે રાજ્યમાં વરસાદ પડશે તેની સીધી અસર ખરીદ પાક પર પડશે જો કે તેને કારણે ખેડૂતોને સિંચાઈ કરવાની જરૂર નહીં રહે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!