અયોધ્યામાં નિર્માણ પામનાર રામ મંદિર માટે માત્ર બે દિવસમાં એકઠુ થયું આટલા કરોડનું દાન, આ વ્યક્તિએ કર્યું સૌથી મોટું દાન

Published on: 9:58 pm, Mon, 18 January 21

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભારતમાં કેટલો ઉચ્ચાર છે એ વાતનો અંદાજ એના પરથી આવી રહ્યો છે કે માત્ર બે દિવસમાં દેશભરમાંથી 100 કરોડનું દાન મળી ચૂક્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટી મહાસચિવ ચંપતરાયે જણાવ્યું કે રામ મંદિર માટે ફંડ એકઠું કરવાનું.

અભિયાન 15 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું હતું અને બે દિવસમાં લોકોને એટલો બધો ઉત્સાહ આવ્યો છે કે 100 કરોડનો ફંડ લોકોએ માત્ર બે દિવસમાં જ ભેગું કરી દીધું છે.શ્રી રામ જન્મભૂમિ તિથક્ષેત્ર ટ્રસ્ટ અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરી રહ્યું છે.

અને તેના માટે જનસંપર્ક અને યોગદાન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે 27 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. મંદિરના નિર્માણ માટે ધન રાશિ ભેગી કરવાનું અભિયાન 15 જાન્યુઆરી થી દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વરદ હસ્તે શરૂ કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે વાલ્મિકી મંદિરમાં પૂજા કરી હતી. રામમંદિર માટે સૌથી મોટું દાન કરનાર સુરતના ડાયમંડ ના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. તેમને રામ મંદિરના નિર્માણ માટે રૂપિયા 11 કરોડનો ચેક અર્પણ કર્યો હતો.

આ ઉપરાંત સુરત માંથી કલરટેક્ષ કંપનીના મહેશ કબુતર વાલા એ રૂપિયા પાંચ કરોડ, લવજી બાદશાહ એક કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે. સુરતમાંથી એક જ દિવસમાં 17 કરોડનું દાન મળ્યું હોવાનું જાણકારી મળી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અયોધ્યામાં નિર્માણ પામનાર રામ મંદિર માટે માત્ર બે દિવસમાં એકઠુ થયું આટલા કરોડનું દાન, આ વ્યક્તિએ કર્યું સૌથી મોટું દાન"

Leave a comment

Your email address will not be published.


*