કોરોના સંકટ ને પહોંચી વળવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવી આ મોટી સલાહ, આ કાર્ય કરવાથી સરકારને કરોડો રૂપિયાનો ફાયદો

Published on: 4:12 pm, Tue, 15 September 20

દેશના ભાગલા ના સમયે પાકિસ્તાન ચાલી ગયેલા લોકો ની સંપત્તિ વેચી ને કોરોના સંકટ સામે લડવા માટે એક લાખ કરોડ ઊભા કરી છે એવી સલાહ વડાપ્રધાનના આર્થિક સલાહકાર ટુકડીના એક સભ્ય કરી હતી. આર્થિક સલાહકાર ટુકડીના સભ્ય નિલેશ શાહે કહ્યું હતું કે ભાગલા સમયે દેશ છોડીને પાકિસ્તાન ચાલી ગયેલા લોકોની સંપત્તિ વેચી ને એક લાખ કરોડ ઊભા કરી શકાય તેમ છે.

આ રકમ દ્વારા કોરોના સંકટ સામે લડવા ઉપરાંત અર્થતંત્રને મોટો ટેકો આપી શકાય એમ છે.વાસ્તવિકતામાં 1965 માં ભારત અને પાકિસ્તાન બન્ને દેશોએ આ પ્રકારની સંપત્તિ ને શત્રુની સંપતિ ગણીને તેના નિકાલ માટે કાયદો ઘડ્યો હતો. પાકિસ્તાનને તેનો તરત જ અમલ પણ કર્યો હતો અને ભારત આવી ગયેલા તમામ લોકોની સંપત્તિ 1971 માં વેચીને રોકડી કરી લીધી હતી.

આ દ્રષ્ટિએ ભારત પાકિસ્તાન કરતાં પચાસ વર્ષ પાછળ છે.એક વેબીનાર ને સંબોધતા નિલેશ શાહે કહ્યું હતું કે આપે શત્રુ સંપત્તિ ધારા એકટ હેઠળ પાકિસ્તાન ચાલ્યા ગયેલા લોકોની સંપતિ વેચી ને મૂડી ઊભી કરવી જોઈએ.

ભવિષ્યમાં મૂડી વિકાસકાર્યો કે કોરોના સંકટ સામે લડવા કામ લાગશે. નિલેશ શાહ કોટક મ્યુચ્યુઅલ ફંડના મેનેજર અને વહીવટી અધિકારી પણ છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના એ પાર્ટ ટાઈમ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!