સારા સમાચાર : કોલેજ અને યુનિવર્સિટી માં ફી ઘટાડવાને લઈને રૂપાણી સરકારે કર્યું આ મહત્વપૂર્ણ કાર્ય

180

કોરોના કહેર વચ્ચે શિક્ષણ વિભાગે દિવાળી સુધી શાળા નહીં ચાલુ કરવાનો નિર્ણય લીધો છે અને આની સાથે સાથે છેલ્લા કેટલાક મહિનાથી કોલેજ અને યુનિવર્સિટી પણ બંધ છે. ખાનગી કોલેજોમાં ફી ઘટાડાની માંગ સાથે હાઇકોર્ટમાં પીઆઇએલ થઈ છે. હાઈ કોર્ટમાં ચાલતા કેસ ને પગલે રાજ્ય સરકારે નોન ટેકનિકલ અને નોન પ્રોફેશનલ કોશિશ ને કોલેજો માટે હંગામી કમિટી રચી છે.

આ ફી કમિટી સરકારને વિગતવાર અભ્યાસ કરીને રિપોર્ટ આપશે.ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં આવેલી નોન પ્રોફેશનલ અને નોન ટેકનિકલ કોર્સની ખાનગી કોલેજો તથા ખાનગી યુનિવર્સિટીઓમાં ઘટાડાને લઈને આજે કમિટી રચવામાં આવી હતી.આ કમિટી મેડિકલ-પેરામેડિકલ તથા ઇજનેરી – ફાર્મસી સહિતના ટેકનિકલ.

પ્રોફેશનલકોર્સ સિવાયના અન્ય કોર્સ જેવા બી.કોમ, બીબીએ, બીસીએ અને બીએસસી સહિતના નોન પ્રોફેશનલ કોર્સ માટે ફી ઘટાડાને લઈને અભ્યાસ કરી સરકારને ભલામણો કરશે.આ કમિટી કામ ચલાવ કમિટી છે.

અભ્યાસ કરી સરકારને રિપોર્ટ આપશે અને ભલામણો કરશે ત્યારબાદ સરકાર ફી ઘટાડવા મુદ્દે નિર્ણય કરશે. મહત્વનું છે કે સ્કૂલમાં ફી નિયંત્રણ માટે, ટેકનિકલ કોર્સમાં નિયંત્રણ માટે અને મેડિકલ પેરામેડિકલ કોર્સ માં પણ નિયંત્રણ માટે પહેલેથી જ એક્ટ મુજબની ફી કમિટી રચાઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!