રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ૧ લાખ ૧૭ હજાર મીટર ખાદીનું વેચાણ એક જ દિવસમાં થયું છે. જેની કિંમત ચાર કરોડ રૂપિયા આંકી શકાય છે જે રાજ્યના ખાદી ઉદ્યોગ માટે ઐતિહાસિક કહી શકાય કે પ્રથમ વખત રેકોર્ડ તોડ ખાદીનું વેચાણ એક જ દિવસમાં થયું છે. આ પ્રથમ ઘટના છે.
શિક્ષણ વિભાગના કર્મચારી શિક્ષકો પ્રોફેસર્સ સહિતના તમામ સ્ટાફ ને જીતુભાઈ વાઘાણીએ આ માટે અભિનંદન આપ્યા છે. સાથે જ અગત્યની જાહેરાત કરતા કહ્યું હતું કે ખાદીની ખરીદી પર સરકાર વળતર આપી રહી છે. આ વળતર પહેલા એક મહિના માટે વળતરની જાહેરાત થઈ હતી
જે બાદ કેબિનેટ બેઠકમાં નિર્ણય બાદ આગામી ૯૦ દિવસ સુધી એટલે કે ત્રણ મહિના સુધી ખાદી ખરીદી પર સરકાર તરફથી વળતર મળશે. આનાથી ખાદીના વેચાણમાં ધરખમ વધારો થશે.સરકાર ના ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશન ના સૂત્ર ને શિક્ષકોએ સાર્થક કરી બતાવ્યો છે.
શિક્ષણ મંત્રીએ કરેલા સપ્તાહમાં એક દિવસ ખાદી પહેરવા ના પરિપત્રના કારણે મોટી સંખ્યામાં શિક્ષકો ખાદી ખરીદવા પહોંચી ગયા હતા. જેના કારણે ખાદી સંસ્થાઓ પર શિક્ષકની ભીડ જોવા મળી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!