બે વાહન વચ્ચે ટક્કર થતા એક વાહન અથડાઈને ખાડીમાં પડ્યું, 5 લોકોના કરૂણ મૃત્યુ, 10 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 10:16 am, Thu, 28 October 21

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ઉત્તરાખંડની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઉત્તરાખંડના મુનશિયારીથી કૌસાની તરફ આવતા બે વાહનો વચ્ચે કપકોટના જસરૌલી પાસે ટક્કર થતા અકસ્માત સર્જાયો છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ત્રણ મહિલાઓ સહિત 5 લોકોનાં મૃત્યુ થયા છે ઉપરાંત 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત લોકોમાંથી બે લોકોની હાલત ખુબ ગંભીર છે એવી માહિતીઓ સામે આવી છે. મૃત્યુ પામેલા લોકોમાં પતિ-પત્ની નો સમાવેશ થયો છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું કે બ્રેક ફેલ થવાના કારણો એક ટેમ્પા ટ્રાવેલરે આગળથી ટેમ્પા ટ્રાવેલરને ટક્કર લગાવી હતી. અકસ્માતમાં એક વાહન ખાડામાં પડી ગયું અને એક વાહન રોડ પર પલટી ખાઈ ગયું હતું.

મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના બુધવારના રોજ બપોરના લગભગ બે વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર UK 04 PA 1376 નંબરના ટેમ્પો ટ્રાવેલર એ આગળથી UK P4 PA 1755 નંબરના ટેમ્પા ટ્રાવેલર્સ ને ટક્કર લગાવી હતી.

અકસ્માતમાં એક વાહનને લગભગ 100 ફૂટ ઉંડી ખીણમાં પડ્યું હતું. આ અકસ્માત બનતા જ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. વિક્રાંત ઘટનાની જાણ થતાં પોલીસ અને SDRF ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચે આવી હતી.

તેઓએ સ્થાનિક લોકોની મદદથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને અને ઈજાગ્રસ્ત લોકોને ખીણમાંથી બહાર કાઢ્યા હતા. અને ત્યારબાદ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે વાહન વચ્ચે ટક્કર થતા એક વાહન અથડાઈને ખાડીમાં પડ્યું, 5 લોકોના કરૂણ મૃત્યુ, 10 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*