બે ટ્રક વચ્ચે જબરદસ્ત ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, ટ્રકના ડ્રાઇવરનું મૃત્યુ…

Published on: 10:29 am, Thu, 28 October 21

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ લોકો એક જણાની બેદરકારીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે નડિયાદ કપડવંજ રોડ પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સર્જાતી રહે છે.

ત્યારે ગઇકાલે મોડી રાત્રે કપડવંજ કઠલાલ રોડ પર હીરાપુર પાસે બે ટ્રક વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ટ્રેકટર ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું છે. ઉપરાંત અકસ્માતમાં અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે.

બંને વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો કે અને ટ્રકમાંથી એક પ્રકારનું કેબીન ભાંગીને ભુક્કો થઈ ગયું હતું. જેના કારણે ટ્રકના કેબીનમાં ફસાયેલા ડ્રાઇવરનો મૃતદેહને બહાર કાઢવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર ગઇકાલે RJ 27 GC 4366 નંબરનો ટ્રક મોડી રાત્રે કપડવંજ કઠલાલ રોડ પર પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન સામેથી આવતા HR 38 AB 7396 નંબરના ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં રાજસ્થાનના પાર્સિંગના ટ્રક ચાલક ગણેશ રામલાલ ડાંગી નામના યુવકને અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા કપડવંજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

અને મૃત્યુ પામેલા ટ્રક ડ્રાયવરના મૃતદેહને કેબિનમાંથી ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી તેઓને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે ટ્રક વચ્ચે જબરદસ્ત ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, ટ્રકના ડ્રાઇવરનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*