એક સમયે લાખોની આવક ધરાવતા આ દાદા આજે રોડ પર ઉભા રહીને ખાવાનું વેચી રહ્યા છે, જાણો આ દાદા સાથે એવું તો શું થયું હશે…

Published on: 1:04 pm, Mon, 20 June 22

ક્યારેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે સપનામાં પણ વિચાર્યું ન હોય એવું પલભરમાં બની જતું હોય છે. ક્યારેક ઘણા લોકો સાથે એવી ઘટના બની જતી હોય છે કે લાખોની આવક ધરાવવા છતાં અમુક એવી મજબૂરીના લીધે રસ્તા પર આવી જતા હોય છે, ત્યારે જીવનમાં આપણે એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે ક્યારેય હાર માનવી ન જોઈએ.

આવી જ એક ઘટના દાદા સાથે બની કે તેઓ લાખો રૂપિયા ધરાવતા હતા અને આજે તેઓ રસ્તા પર ઉભા રહીને ખાવાનું વેચી રહ્યા છે.તો એવી તો શું મજબૂરી હશે તે જાણીએ. આ દાદા દિલ્હીના રહેવાસી છે અને તેમનું નામ અશોક જોલી છે. તેઓ એક ફેક્ટરીના માલિક હતા અને તેમને લાખો રૂપિયાનું કામ થતું.

અચાનક જ તેમની ફેક્ટરી બંધ થઈ જતાની સાથે જ તેઓ ખૂબ જ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ એક બાજુ તેમની ફેક્ટરી બંધ થઈ ગઈ અને બીજી બાજુ તેમને કોરોના થઈ ગયો હતો અને તેમના પરિવાર પર ખૂબ જ ગંભીર આર્થિક પરિસ્થિતિનું નિર્માણ પામ્યું હતું છતાં દાદા એ હાર માની નહોતી.

આ દાદાને સંતાનમાં માત્ર બે દીકરીઓ છે અને હાલ તે બંને દીકરીઓ સાસરિયે છે. તેમને કોઈ દીકરો નથી તેઓ આજે તેમના પત્ની સાથે એકલા રહે છે. ફેક્ટરી બંધ થઇ જતાં બધું બરબાદ થઈ ગયો હતો છતાં તેમણે નક્કી કર્યું હતું કે કોઈપણ પ્રકારની હાર માનીશ નહીં અને ઘરે બેસી રહેવાની જગ્યાએ કઈક એવું કરી શકે જેનાથી થોડી ઘણી આવક પ્રાપ્ત થાય.

એવામાં તેમણે નક્કી કર્યું કે રસ્તા પર ઘરે બનાવેલું ખાવાનું વહેંચીશ અને બીજા જ દિવસથી તેમને આ કામ શરૂ કરી દીધું હતું. આ દાદાએ રસ્તા પર ઉભા રહીને એ ખાવાનું વહેંચવાનું શરુ કર્યું અને તેનાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. એવામાં એ દાદા પર ઘણી બધી ગંભીર મુશ્કેલીઓ આવી જતાં તેમણે હાર માની નહીં.

તેથી એ વાતનો ગર્વ કરવો જોઈએ અને સૌ કોઈએ પણ આ દાદા પાસેથી પ્રેરણા લેવી જોઈએ કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવી એ બધી જ પરિસ્થિતિનો સામનો કરતા રહેવું જોઈએ. આના પરથી સાબિત થાય છે કે જ્યારે પણ જીવનમાં કોઈ પણ મુશ્કેલીઓ આવે ત્યારે તેનાથી હાર ન માની જતા એ મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ અને ગમે તે થઈ જાય પરંતુ પોતાના કામથી ક્યારે હાર માનવી ન જોઈએ તેવા દાદા એ સાબિત કરી બતાવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક સમયે લાખોની આવક ધરાવતા આ દાદા આજે રોડ પર ઉભા રહીને ખાવાનું વેચી રહ્યા છે, જાણો આ દાદા સાથે એવું તો શું થયું હશે…"

Leave a comment

Your email address will not be published.


*