3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી : સ્વિગી ડિલિવરી બોયને કારે પાછળથી લગાવી જબરદસ્ત, સ્વિગી ડિલિવરી બોયનું કરૂણ મૃત્યુ…

Published on: 2:55 pm, Mon, 20 June 22

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક ડીલેવરી બોયે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર ફૂડ ઑર્ડર ડીલેવરી કરવા જતાં ડીલેવરી બોયને એક કારે જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ અકસ્માતની ઘટનામાં ડીલેવરી બોયના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું. આ ગંભીર અકસ્માતની ઘટના ગઇકાલે મોડી રાતે બની હતી. મળતી માહિતી અનુસાર અકસ્માત બન્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. મૃત્યુ પામેલો યુવક બે મહિના પહેલા જ એક દીકરાનો પિતા બન્યો હતો.

લગભગ 15 દિવસ પહેલા પોતાની પત્ની અને બાળક સાથે જયપુર રહેવા આવ્યો હતો. આ અકસ્માતની ઘટના જયપુરમાં બની હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ રાકેશ કુમાર વર્મા હતું અને તેની ઉંમર 30 વર્ષની હતી. તે જયપુરમાં તુતી પુલિયા પાસે ભાડાના મકાનમાં રહેતો હતો. રાકેશ કુમાર વર્મા સ્વિગી ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો.

રવિવારના રોજ તે રાત્રે લગભગ 12.30 વાગ્યાની આસપાસ ફૂડ ડિલિવરી આપીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો.  આ દરમિયાન પાછળથી આવતી એક કારે તેની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી અને કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં રાકેશ શર્માને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઈજાગ્રસ્ત હાલતમાં એમ્બ્યુલન્સની મદદથી રાકેશ શર્માને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ત્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. રાકેશ શર્માના મૃત્યુની જાણ થતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

રાકેશના મૃત્યુના સમાચાર સાંભળીને તેની પત્ની બેભાન થઈ ગઈ હતી. રાકેશના મૃત્યુના કારણે બે દિકરીઓ અને એક બે મહિનાના દિકરા પિતાની છત્રછાયા ગુમાવી હતી. રાકેશને બે દીકરીઓ છે. જેમાં એકનું નામ મહિમા (ઉંમર 5 વર્ષ) અને એકનું નામ રિયા (ઉંમર 4 વર્ષ) છે. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી : સ્વિગી ડિલિવરી બોયને કારે પાછળથી લગાવી જબરદસ્ત, સ્વિગી ડિલિવરી બોયનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*