ગુજરાતના આ એક ગામમાં અચાનક જ કોરોનાના કેસ વધતા તાત્કાલિક ધોરણે લીધો આ નિર્ણય

Published on: 5:08 pm, Sun, 11 October 20

કોરોનાવાયરસ ને કહેરના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા કોરોનાની મહામારી વચ્ચે આપવામાં આવેલા અનલૉક ના વધુ છૂટછાટ આપવામાં આવતા કોરોનાનો સંક્રમણ ફરી એક વખત રાજ્યમાં વધ્યું છે. કોરોનાવાયરસ ને કાબુમાં લેવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે તો સાથે સાથે કેટલા ગામડાઓ અને શહેરના વિસ્તારોમાં લોકો સ્વૈચ્છિક રીતે લોકડાઉન નો નિર્ણય કરી રહ્યા છે.અમદાવાદ બાદ સુરત અને સુરત બાદ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં કોરોના નું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે.

જામનગર કોરોના નું સંક્રમણ વધતા જામનગરના કાલાવડ ના નવાગામના લોકોએ લોકડાઉન નો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નવાગામ ની અંદર વેપારીઓ અને ગામલોકોને સર્વ સંમતિથી તાત્કાલિક ધોરણે ગ્રામ પંચાયત દ્વારા 10 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી લોકડાઉન નો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

લોકડાઉન દરમિયાન સંપૂર્ણ બંધ નું પાલન કરવામાં આવશે અને આ ઉપરાંત આ ગામના લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે.

નવાગામ માં કોરોનાવાયરસ નું સંક્રમણ વધતા તાત્કાલિક ધોરણે ગ્રામ પંચાયત દ્વારા સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!