સુરત શહેરમાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કોરોના ને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે.જે જગ્યા પર વધારે કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યા છે તેવા વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોન તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા છે.આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા દ્વારા શનિવાર અને રવિવારના દિવસે ખાણીપીણીની લારીઓ બંધ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. બીજી બાજુ શહેરમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કરિયાણાની દુકાન વાળા, મોબાઇલની દુકાન વાળા, ગેરેજ ચલાવનારા લોકો,કુરિયર બોય અને ફૂડ ડીલેવરી સાથે સંકળાયેલા લોકો અને ફરસાણની દુકાન ચલાવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
સુરત શહેરમાં નવ તમન્ના રોજ 173 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 23,085 થઈ ગઈ છે.આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોમાં ખુલ્લી 500 જેટલી કરિયાણાની દુકાન અને ચાની લારી, 1200 શાકભાજી માર્કેટ અને 400 જેટલી શાકભાજીની દુકાન અને લારી બંધ કરવામાં આવી હતી. આ સાથે સાથે સુરતમાં અલગ અલગ રસ્તા પર વસ્તુનું વેચાણ કરતા 238 પાથરણાવાળા ઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
બીજી તરફ સુરત મહાનગરપાલિકા 2239 ટીમો દ્વારા 9,28,515 વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. સુરત શહેરમાં સામાજિક અંતર નું પાલન ન કરનાર 144 વ્યક્તિઓ પાસે 53100 રૂપિયાનો દંડ અને માસ્ક ન પહેરનારા 103 લોકો પાસેથી 41600 રૂપિયાનો દંડ અને.
સેનીટાઇઝરનો ઉપયોગ ન કરનારા બે લોકો પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. 9 ઓક્ટોબરના રોજ 95,700 રૂપિયાની દંડની વસૂલાત સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જુરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!