હાલમાં સૌરાષ્ટ્ર ની માર્કેટયાર્ડમાં મગફળી નો મબલક પાક ઉતર્યો હોવા છતાં વેપારીઓ દ્વારા સીંગતેલ અને કપાસિયા ના તેલના ભાવમાં વધારો કરી દેવાતા પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. હાલમાં સીંગતેલમાં છેલ્લા બે દિવસમાં જ ₹70 નો અને કપાસિયા તેલમાં ₹50 નો વધારો થયો છે. આમ હાલ સિંગતેલનો ભાવ ₹2150 પર પહોંચ્યો જ્યારે કપાસિયા તેલનો ભાવ ₹1565 પર પહોંચ્યો છે.હાલમાં બજારમાં તેલની માંગ ન હોવા છતાં ભાવ વધવાને કારણે સામાન્ય જનતા પરેશાન થઈ રહી છે.
બજારના સૂત્રોનું માનીએ તો તેઓના મતે હાલ બજારમાં ભેજવાળી મળી આવતા કાચામાલની તંગી સર્જાય છે અને તેના કારણે ભાવ વધ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.ગુજરાતમાં મગફળીની આવક ખૂબ જ હાલમાં થયેલ છે .મગફળી માર્કેટ યાર્ડમાં ખેડૂતો દરરોજ લાખો મણ વેચી રહ્યા છે. આગામી સમયમાં લોકોને તેલ.
કપાસના ભાવમાં રાહત મળે તેવી માર્કેટમાં માંગ ઉઠવા પામી છે. કોરોનાવાયરસ ની કહેર વચ્ચે લોકો આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં વધારો થવાથી લોકોને ભારે મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!