કોરોના મહામારી વચ્ચે કેન્દ્રની મોદી સરકારે આપી આ મોટી ભેટ,આ લોકોને થશે મોટો ફાયદો

Published on: 9:56 pm, Sat, 24 October 20

કોરોના મહામારી અને લોકડાઉન ના કારણે અર્થતંત્રને પાટે ચડાવવા માટે કેન્દ્રની મોદી સરકારે મોટું પગલું ભર્યું છે. મોદી સરકારે શનિવારે સર્ક્યુલર જાહેર કરીને કહ્યું કે, લોકો રાષ્ટ્રીય બેંકો કે એનબીએફસી જેવા અન્ય ફાઇનાન્સિયલ સંસ્થાની 2 કરોડ રૂપિયા સુધીની લોન લીધી છે. લોકડાઉન સમયનું એટલે કે કુલ છ મહિનાનું ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવામાં આવશે. તેનો મતલબ એ થયો કે, લોકડાઉન ની જાહેરાત બાદ આ જનતા માટે સારા સમાચાર છે.

1 માર્ચ 2020 થી 31 ઓગસ્ટ 2020 ની વચ્ચે જેવો એ પણ લોન લઈને રાખી છે, એમના પર લાગનાર ચક્રવૃધ્ધિ વ્યાજ ને સરકાર માફ કરશે.જો કોઈ ગ્રાહક પર લોન ન ચૂકવી શકવાને કારણે સાધારણ વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ લાગે છે તો તેનું વળતર સરકાર કરશે.

ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંક પહેલા જ બેંકોના વ્યાજને મેરોટરિયમ વ્યાજ આપવા માટે કહ્યું હતું. જેથી તેઓ મહામારી ના સમય દરમિયાન વ્યાજ ચૂકવવાના બોજ થી બચી શકે છે.

તેના પર કેન્દ્ર સરકારનો નિર્ણય નાના અને મધ્યમ ઉદ્યોગો અને વ્યક્તિગત લોન લેનારા લોકો માટે મોટી રાહત બની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના મહામારી વચ્ચે કેન્દ્રની મોદી સરકારે આપી આ મોટી ભેટ,આ લોકોને થશે મોટો ફાયદો"

Leave a comment

Your email address will not be published.


*