પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન હાર્દિક પટેલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો વળતો જવાબ આપતા કહ્યું કે…

327

આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં પોતાના ઉમેદવારની જીત થાય તે માટે ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર કરી રહ્યા છે. પ્રચાર દરમિયાન આક્ષેપ પ્રતિઆક્ષેપ ના દોર ને લઈને ગુજરાતમાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.કોંગ્રેસ પોતાના તમામ ઉમેદવારોની જીત થશે એવું કહી રહી છે તો બીજી તરફ ભાજપ પોતાના ઉમેદવારની જીત થશે તેવું પણ કહી રહી છે. મોરબીના કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં શુક્રવારે સાંજે જેતપુર ખાતે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની સભા નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સભામાં બે હજાર કરતાં પણ વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ સભા દરમિયાન સામાજિક અંતર ના નિયમો ના ધજાગરા થયા હતા. બીજી તરફ હાર્દિક પટેલે સભાને સંબોધતા સમયે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને કયા પ્રહારનો વળતો જવાબ આપતાં કહ્યું કે.મંત્રી સ્મૃતિ ઈરાનીએ કરેલી મોરબીની સભા ને વરરાજા વગરની જાન હાર્દિક પટેલે ગણાવી હતી.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મોરબીમાં જાહેર સભાને સંબોધતા વખતે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા સભામાં ગેરહાજરી જોવા મળી હતી. બીજા તરફ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એક પણ વખત.

ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા નું નામ લીધું ન હતું જેને લઇને હાર્દિક પટેલ ની વરરાજા વગરની જાન ગણાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!