પેટા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઇને આવ્યા મોટા સમાચાર

Published on: 9:33 am, Sun, 25 October 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની આગામી પેટા ચૂંટણી પહેલા બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી 30 ઓક્ટોબર ની સાંજે ગુજરાત આવવાના છે. 31 ઓક્ટોબરના રોજ અમદાવાદ સાબરમતી નદી થી સી પ્લેનમાં કેવડીયા પહોંચી ઉડાન નો પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રી મોદી 31 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા ગુજરાત આવી રહ્યા છે. 30 ઓક્ટોમ્બર સાંજે ગુજરાત આવી જશે અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાત્રે હીરાબા ના આશીર્વાદ લેવા જાય તેવી શક્યતા છે.

મહત્વની વાત એ છે કે, ગુજરાત રાજ્યમાં આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવા જઇ રહી છે.રાજ્યમાં 3 નવેમ્બરના રોજ પેટાચૂંટણી માટે મતદાન થશે.30 અને 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેની અસર પેટાચૂંટણી પર પણ જોવા મળી શકે છે.

ગુજરાતમાં પેટાચૂંટણીના મતદાનમાં પ્રધાનમંત્રી મોદી ના પ્રવાસને લઇને ફરી લહેર જોવા મળે અને ભાજપના 8 બેઠકો પર ફાયદો જોવા મળે તેવું વિશ્લેષકોનું માનવું છે. પ્રધાનમંત્રી મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ સરદાર પટેલ જયંતિ ઉજવશે.

રાજ્યના પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે.

 નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!