આ લોકોને વર્ષમાં 3 ફ્રી LPG ગેસ સિલિન્ડર મળશે, જાણો કોને-કોને મળશે આ લાભ અને કઈ રીતે લાભ મેળવવા કરશું એપ્લાય…

Published on: 11:34 am, Wed, 30 March 22

ગેસ સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા કેટલાક લોકોને વર્ષમાં 3 ગેસ સિલિન્ડર કરી આપવાની જાહેરાત કરવામાં આવી છે. નવી કેબિનેટની પ્રથમ બેઠકમાં ગોવા સરકારે રાજ્યના લોકોને રાહત મળે તે માટે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં રાજ્ય સરકારે રાજ્યમાં દરેક પરિવારને વરસમાં 3 એલપીજી સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરી છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના ઘોષણાપત્રમાં આ વચન આપવામાં આવ્યું હતું. આ માહિતી મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ટ્વીટરમાં ટ્વિટ કરીને આપી હતી.  આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ મફતમાં ગેસ સિલિન્ડર આપશે. કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ દેશભરના લોકોને મફતમાં ગેસ સિલિન્ડર આપવાની સુવિધા પુરી પાડી રહી છે.

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ ગરીબ અને વંચિત પરિવારને કેન્દ્ર સરકાર મફતમાં ગેસ સિલિન્ડર આપે છે.  પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાનો લાભ લેવા માટે આ રીતે અરજી કરવી પડશે. સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાની સત્તાવાર વેબસાઇટ pmujjwalayojana.com પર જાવું પડશે.

અહીં તમને એપ્લીકેશન ફોર્મ મળશે તે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. આ ફોર્મમાં તમારું નામ, તમારી જન્મતારીખ, આવકની માહિતી અને અન્ય કેટલીક માહિતી ભરવાની રહેશે. આ ફોર્મ ભરીને તમારે નજીકના એલપીજી સેન્ટર પર સબ કરાવવાનું રહેશે.

અરજી કરવા માટે આ જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે.
1. BPL કાર્ડ
2. આધાર કાર્ડ
3. મોબાઇલ નંબર
4. પાસપોર્ટ સાઇઝ ફોટો
5. બેંકની પાસબુકની નકલ
6. રેશન કાર્ડ

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ લોકોને વર્ષમાં 3 ફ્રી LPG ગેસ સિલિન્ડર મળશે, જાણો કોને-કોને મળશે આ લાભ અને કઈ રીતે લાભ મેળવવા કરશું એપ્લાય…"

Leave a comment

Your email address will not be published.


*