આ દાદા-દાદી 70 વર્ષની ઉંમરે બરફના ગોળા બનાવીને એક દિવસમાં કમાય છે આટલા હજાર રૂપિયા – જાણો દાદા-દાદીની અનોખી વાતો…

Published on: 6:16 pm, Fri, 10 June 22

આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં ત્રણ પડાવ આવે છે બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા.તેમાંથી વૃદ્ધાવસ્થા જેમાં લોકો નિવૃત્તિ પસંદ કરતા હોય છે પરંતુ આજે અમે તમને મેં જે વાત કરવા જઈ રહ્યા છીએ. તેમાં વૃદ્ધ દંપતી કે જેઓ આરામ કરવાને બદલે કમાણીને જીવન જીવવાનો નિર્ધાર કર્યો. હાલ આ વૃદ્ધ દંપતી આજે પણ બરફના ગોળા વેચી આત્મનિર્ભર બન્યા છે.

કોઈપણ જાતની શરમ અનુભવ્યા વગર વૃદ્ધ દંપતી કાંડા ની કમાણી કરી રહ્યા છે. વૃદ્ધ દંપતિની ઉંમર આશરે 70 વર્ષનાં હશે ત્યારે મનમાં સવાલ થાય છે કે આ વૃદ્ધ દંપતીની આગળ પાછળ શું કોઈ પરિવાર નહીં હોય કે પછી તેમના દીકરા કે દીકરીઓ તમને મૂકીને ચાલ્યા ગયા હશે એવું કંઈ ન હોવાથી આ 70 વર્ષના વૃદ્ધ દંપતી પોતે ગરમીથી ત્રસ્ત લોકોને મસ્ત ગોળા ખવડાવીને ઠંડક અપાવી રહ્યા છે.

તેઓ આત્મનિર્ભર બનવા માંગતા હોવાથી આજે ખુદના દમ પર જીવીને ફેમસ બની ગયા છે જે ખૂબ જ ગર્વની વાત કહેવાય છે. વિસ્તૃતમાં જણાવીશ તો જુનાગઢ ગોંડલ થી માંડીને રાજકોટ સુધી આ વૃદ્ધ દંપતીના હાથ ના ગોળા ખાવા માટે લોકોની મોટી ભીડ જોવા મળે છે. આ દંપતી નું નામ મુક્તાબેન અને પ્રેમજીભાઈ છે.

તેઓ હાલ ગોળા વેચવાનો ધંધો કરે છે. હાલતો આ દંપતિનાં ગોલા ફેમસ થયા છે.તેમના સંતાનો પણ ગોલો વેચવાનો ધંધો કરે છે અને આત્મનિર્ભર રીતે જીવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. નવાઈની વાત તો એ કે દાદા-દાદી ને કોઈ જોડે વાત કરવાનો સમય નથી.

કારણ કે તેમના ગોળા એટલા ફેમસ થઈ ચૂક્યા છે કે આવનારા લોકોના મોઢે માત્ર વખાણ જ સાંભળવા મળે છે. એટલું જ નહીં પરંતુ આ દાદા-દાદી ના હાથમાં જાદુ ની કલ્પના કરી શકો છો કે અહીં તેમના દ્વારા બનાવવામાં આવતા ગોળા જેમાં તેઓ વધારે ટેસ્ટી બનાવવા માટે કેડબરી, ઓરેન્જનો ઉમેરો પણ કરે છે.

હાલ તેમના ગોળા ખૂબ જ ફેમસ થઈ ગયા છે અને દાદા-દાદી ના ગોળા ખાવા માટે લોકોની પડાપડી નજરે પડે છે. જ્યારે એ મુક્તાબેન ને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે 40 વર્ષથી બરફના ગોળાનો ધંધો કરીએ છીએ અને આત્મનિર્ભર બનીને પોતાનો ધંધો સારી રીતે ચલાવી રહ્યા છે.

એવામાં વાત કરીશું તો નવાઈ લાગશે કે 40થી 50 ગામના લોકો અહીં દાદા-દાદીના ગોળા ખાવા માટે આવે છે, ત્યારે તેમની ઉંમર આટલી બધી હોવા છતાં તેમનામાં કામ કરવાની કાર્યક્ષમતા જોઈને તો સૌ કોઈ લોકોને નવાઈ લાગશે. પરંતુ આજે પણ એ મુક્તાબેન ગોળા બનાવે છે અને તેમના ગોળા ખાવા માટે લોકોની લાઈન પણ લાગે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ દાદા-દાદી 70 વર્ષની ઉંમરે બરફના ગોળા બનાવીને એક દિવસમાં કમાય છે આટલા હજાર રૂપિયા – જાણો દાદા-દાદીની અનોખી વાતો…"

Leave a comment

Your email address will not be published.


*