ઘરમાંને ઘરમાં થયો ડખો…! પાટણમાં સગા મામાના છોકરાએ ફોઈના છોકરાનો જીવ લઈ લીધો – જુઓ ઘટનાના CCTV ફૂટેજ…

Published on: 4:33 pm, Thu, 4 August 22

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં સગા મામાના છોકરાએ ફોઈના છોકરાનો જીવ લઈ લીધો છે. સમગ્ર ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના પાટણમાં ભર બજારમાં બની હતી. દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને માતા ધ્રુસકેને ધ્રુસકે રડી પડી હતી.

એક બાજુ દીકરો ખોયો તો બીજી બાજુ આરોપી પણ પોતાના ઘરનો જ હતો. મૃત્યુ પામેલા યુવકની માતા રડતા રડતા બોલી રહી હતી કે, ઓ…મા…ઓ…મા… મારો દીકરો, મારા દીકરાનો જીવ લઈ લીધો. પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં ગુરૂવારના રોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ એક જીવ લેવાની ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર એક વર્ષથી ચાલતા મામા-ફોઈના છોકરાઓના વચ્ચેના ઝઘડાનો અંત આવ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે, રીક્ષા ચાલક ફોઈના છોકરા પર તેનો મામાનો છોકરો ઘર બજારમાં ધારદાર વસ્તુ વડે પ્રહાર કરે છે.

આ ઘટનામાં ફોઈનો છોકરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ તેને ઈજા વ્યવસ્થા હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેને સારવાર મળે તે પહેલાં તો તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ પ્રકાશ હતું. તે રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

છેલ્લા એકાદ વર્ષથી પ્રકાશને તેના મામાના છોકરા સાથે ઝઘડો ચાલતો હતો. આજરોજ પ્રકાશ પોતાની રીક્ષા લઈને કામ પર નીકળી ગયો હતો. આ દરમિયાન શહેરના વેરાઇ ચકલા પાસે તેને મામાનો છોકરો મળ્યો હતો. ત્યારે બંનેની વચ્ચે સામાન્ય બાબત પર બોલાચાલી થઈ ગઈ હતી. ઝઘડો આટલો વધી ગયો કે મામાના છોકરાએ ધારદાર વસ્તુ વડે પોતાના ફોઈના છોકરાઓ પર પ્રહાર કર્યા હતા.

ત્યારબાદ તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે પ્રકાશને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરમાંને ઘરમાં થયો ડખો…! પાટણમાં સગા મામાના છોકરાએ ફોઈના છોકરાનો જીવ લઈ લીધો – જુઓ ઘટનાના CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*