પત્ની પ્રેમમાં બની આંધળી, પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનો જીવ લઇ લીધો…

Published on: 11:44 am, Sat, 16 October 21

અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં એક પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના પતિનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર પત્નીએ પતિનો જીવ લઈ લીધા બાદ કુદરતી મૃત્યુ જાહેર કરી દીધું હતું. પરંતુ આ સમગ્ર ઘટનાને લઇને ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને તપાસમાં ખુલાસો થયો કે પતિનો જીવ લઈ લેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં ગત ઓગસ્ટ મહિનામાં બિપિનચંદ્ર પટેલ નામના એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા બિપિન ચંદ્રની પત્નીએ જણાવ્યું હતું કે હાર્ટ એટેક આવવાના કારણ કે તેના પતિનું મૃત્યુ થયું છે.

પરંતુ આ મૃત્યુ શંકાસ્પદ હોવાના કારણે ક્રાઇમ બ્રાંચે આ સમગ્ર ઘટનાને લઇને તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચને તપાસમાં જાણવા મળ્યું કે બીપીન ભાઈની પત્ની દીપ્તિ અને તેમની સોસાયટીમાં રહેતા સૌરભ સુથાર વચ્ચે આડાસંબંધ હતા. આ સંબંધની જાણ બીપીન ભાઈ ને પાંચ મહિના પહેલા થઇ ગઇ હતી.

જેના કારણે બીપીન ભાઈની પત્ની અને સોરભ સુથારે ભેગા મળીને બીપીનભાઈ અને ઊંઘની ગોળી આપી હતી અને ત્યારબાદ ઓશીકાથી મોઢું દબાવીને બીપીનભાઈ નો જીવ લઈ લીધો હતો.

આ ઉપરાંત આ સમગ્ર ઘટનાને લઇને પોલીસને જાણવા મળ્યું કે બીપીન ભાઈની પત્ની અને સૌરભ વચ્ચે 2018 થી પ્રેમના સંબંધ હતા. પરંતુ તેની જાણ બીપીન ભાઈ ને પાંચ મહિના પહેલા જ થઈ હતી. બંનેના પ્રેમ સંબંધની જાણ બીપીન ભાઈ ને થતાં બંને એકબીજાને મળી શકતા ન હતા.

જેને લઈને બંનેએ આ પ્રકારનું પગલું ભર્યું અને બીપીનભાઈ નો જીવ લઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર 19-8-2021 ના રોજ બીપીનભાઈને દૂધમાં ઊંઘની ગોળી આપી દીધી હતી. અને ત્યાર બાદ પત્ની અને તેના પ્રેમીએ મળીને બીપીનભાઈનો જીવ લઇ લીધો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!`