રાજકોટમાં એક યુવકે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું કે-‘મેં મારી પત્ની નો જીવ લઈ લીધો છે’, જાણો યુવકે આવું શા માટે કર્યું..

Published on: 12:22 pm, Sat, 16 October 21

રાજકોટ શહેરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજકોટની ભાગોળે અમનગર રોડ પર સાવેલા મનહરપુરમાં એક યુવકે તેની પત્નીનો જીવ લઈને મૃતદેહને કોઈ અજાણી જગ્યાએ મૂકીને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું કે – મારી પત્નીના ચારિત્રથી કંટાળીને મારી પત્નીનો જીવ લઈ લીધો છે, ‘હું ત્યાં હાજર થાઉં’.

આ ઘટનાની જાણ થતા જ જગ્યાએથી પોલીસને ફોન આવ્યો હતો ત્યાં તાત્કાલિક યુનિવર્સિટી પોલીસ પહોંચી ગઈ હતી. યુવકે અજાણી જગ્યાએથી પોતાની પત્નીનું મૃતદેહ પોલીસને સોંપ્યો હતો. આ ઉપરાંત પોલીસ તપાસમાં પણ પતિએ પત્નીના ચારિત્ર્ય થી કંટાળી ને તેને પતાવી દીધી છે તેવી કબુલાત કરી હતી.

મળતી માહિતી અનુસાર શૈલેષ ભુપતભાઈ પંચાસરા નામના 25 વર્ષિય યુવકે શુક્રવારના રોજ મધ્યરાત્રી પોલીસ કંટ્રોલમાં ફોન કરીને કહ્યું હતું કે- મારી પત્નીના ચારિત્ર્ય થી કંટાળી ને મારી પત્ની નો જીવ લઈ લીધો છે.

અને કહ્યું કે મારે કયા પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું છે. ત્યારે પોલીસે યુવકને સરનામું પૂછ્યું ત્યારે યુવકે કહ્યું કે ઘંટેશ્વર એસસારપી કેમ્પ પાસે પોલીસને મોકલી દો તો એમ કીધું હતું. ત્યારબાદ યુનિવર્સિટી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી .

અને યુવકે અજાણ્યા જગ્યાએથી પોતાને પત્ની નેહાના(ઉંમર 22 વર્ષ) મૃતદેહને યુવકે પોલીસને સોંપ્યો હતો. મળતી માહિતી અનુસાર શૈલેષ પાંચ વર્ષ પહેલા નેહા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેને બે વર્ષની પુત્રી છે.

મળતી માહિતી અનુસાર નેહાને અનેક યુવકો સાથે આડા સંબંધ હોય આ બાબતે અગાઉ શૈલેષ અને નેહરુ વચ્ચે ઘણી વખત માથાકૂટ થઇ હતી. પરંતુ તેના આડાસંબંધો નહીં અટકતા શૈલેષ નેહા ને પતાવી દીધી હતી. પોલીસ તપાસમાં આવું શૈલેષે કબુલાત કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!`

Be the first to comment on "રાજકોટમાં એક યુવકે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું કે-‘મેં મારી પત્ની નો જીવ લઈ લીધો છે’, જાણો યુવકે આવું શા માટે કર્યું.."

Leave a comment

Your email address will not be published.


*