રાજસ્થાન સરકારે શુક્રવારે જાહેર કરાયેલા ફટાકડાનો ઉપયોગ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે, જેમાં એનસીઆર વિસ્તાર હેઠળ આવતા ભરતપુર અને અલવર સિવાય સમગ્ર રાજ્યમાં દિવાળી પર બે કલાક સુધી લીલા ફટાકડાના ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.
30 સપ્ટેમ્બરના રોજ રાજ્યસરકારે 1 ઓક્ટોમ્બર થી 31 જાન્યુઆરી સુધી ફટાકડાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.લીલા ફટાકડાના ઉપયોગ માટે સમય સ્લોટ નક્કી કરવામાં આવ્યો છે જે દિશા નિર્દેશો અનુસાર દિવાળી, ગુરપુરબ અને અન્ય તહેવારોમાં રાત્રે 8 થી 10 વાગ્યા સુધી માન્ય છે તેમજ છઠ ના તહેવાર પર સવારે 6 થી 8 વાગ્યા સુધી મંજૂરી છે અને ક્રિસમસ અને નવા વર્ષે પણ 11:55 થી 12:30 વાગ્યા સુધી લીલા ફટાકડા ફોડે શકાશે.
અન્ય સમાચાર : ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારના માતા શબરીના વંશજો એવા આદિવાસી સમાજના પ્રજાજનોને રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ 5,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે તેવી જાહેરાત પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!