દેશની સેવા કરતા-કરતા આ વીર જવાન થયો શહીદ,આ જવાનનો પાર્થિવદેહ ઘરે લવાતા આખા ગામે ભીની આંખે આપી વિદાય

Published on: 11:09 am, Sat, 16 October 21

કેશોદના કણેરી ગામના શહીદ જવાનનો પાર્થિવ દેહના અંતિમ વિદાય માટે તેમના ગામ લાવવામાં આવ્યો હતો અને વીર શહીદ જવાન ને શ્રદ્ધાંજલિ આપવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ વીર જવાન મહેશભાઈ પોતાની ફરજ દરમિયાન શહીદ થયા હતા.

આ વીર જવાનનો પાર્થિવદેહ તેમના ઘરે લાવતા આખુ વાતાવરણ ગમગીન બની ગયું હતું.આ વીર જવાન છેલ્લા દસ વર્ષથી આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા. મહેશભાઇનો પાર્થિવદેહ જ્યારે કેશોદ થી કણેરી ગામ લાવવામાં આવ્યો હતો ત્યારે 13 કિલોમીટર લાંબા રસ્તા પર લોકોએ ઉભા રહીને આ વીર જવાનને અંતિમ વિદાય આપી હતી.

કેશોદ ના મોટા મોટા અધિકારીઓ પણ આ વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હતા.પરિવારના લોકોએ જ્યારે આ વીર જવાન ને જોયો તો તે ખૂબ જ દુઃખી થઈ ગયા હતા

અને પોતાના લાડકવાયા દીકરાને ખોવાના દુઃખની સાથે સાથે દીકરા ની શહીદી પર ગર્વ હતો. મહેશભાઈને સેનાના રીતરિવાજો અને સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. આખું ગામ પોતાના શહીદ જવાન અંતિમ વિદાય માટે ભેગુ થયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!