આખું ગામ આ બહેનની મજાક ઉડાવે છે, તેમ છતાં પણ આ મહિલા રાખે છે “મૂછ”…, મૂછ રાખવા પાછળ કારણ જાણીને તમને પણ આંચકો લાગશે…

Published on: 3:38 pm, Sun, 23 October 22

છોકરાઓ જ્યારે યોગ્ય ઉંમરના થાય ત્યારે દાઢી અને મૂછ આવવા લાગે છે. હાલમાં તો લાંબી દાઢી અને મૂછ રાખવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. ફિલ્મોની અંદર પણ અભિનય કરતા કલાકારો લાંબી લાંબી દાઢી-મૂછ રાખે છે. આટલું જ નહીં પરંતુ આજકાલના યુવાનીયાઓમાં અલગ અલગ અને ફેન્સી દાઢી રાખવાનો ક્રેઝ ચાલી રહ્યો છે.

શું તમે પુરુષની જેમ કોઈ મહિલાને મૂછ રાખતી જ હોય છે? ત્યારે આજે આપણે મૂછ રાખતી એક મહિલા વિશે વાત કરવાના છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે છોકરીઓની અમુક ઉંમર થાય ત્યારે તેમના ચહેરા ઉપર ખૂબ જ વાળ આવી જતા હોય છે. આ વાળને દૂર કરવા માટે મહિલાઓ અલગ અલગ પ્રકારના ક્રીમ અને ચહેરા ઉપર કેટલીક ટ્રીટમેન્ટ કરાવતી હોય છે.

ત્યારે આજે આપણે મૂછ રાખનારી મહિલા વિશે વાત કરવાના છીએ. આ મહિલાને મૂછ રાખવી ખૂબ જ વધારે પસંદ છે અને અનેક લોકો આ મહિલાની મજાક પણ ઉડાવે છે પરંતુ મહિલા કોઈની વાત ધ્યાનમાં રાખતી નથી. ઘણા લોકોએ આ મહિલાને સમજાવી. પરંતુ મહિલા કોઈની વાત માનવા તૈયાર નથી અને પોતાની મૂછ પણ કઢાવતી નથી.

પુરુષો જેવી મૂછ ધરાવતીઆ મહિલાનું નામ શાયઝા છે. આ મહિલા કેરળ રાજ્યની અંદર આવેલા કુન્નુરમાં રહે છે. મહિલાની ઉંમર 35 વર્ષની છે. તેમને મૂછ રાખવી ખૂબ જ પસંદ છે. આ કારણોસર તે ઘણી વખત લોકોની વચ્ચે મજાકનું પાત્ર બની જાય છે.

પરંતુ શાયઝા એ નક્કી કર્યું છે કે તે હવે પુરુષોની જેમ જ મૂછ રાખશે. મિત્રો તમને જણાવી દઈએ કે શાયઝાના મૂછના વાળ પાંચ વર્ષ પહેલા મોટા થવાના શરૂ થઈ ગયા હતા. મહિલાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કોરોનાની મહામારી વખતે તેને માસ્ક પહેરવું નહોતું ગમતું કારણ કે તેની મૂછ ઢકાઈ જતી હતી.

શાયઝા મૂછ રાખવામાં પરિવારના લોકો પણ તેને ખૂબ જ સપોર્ટ કરે છે. શાયઝા પોતાની માતાને કહે છે કે મમ્મી હું મૂછમાં વધારે સારી લાગુ છું. અનેક વખત રસ્તા ઉપર લોકો શાયઝાને ભાઈને હસતા હોય છે અને તેને ન કહેવાનું કહેતા હોય છે. પરંતુ તેઓ કોઈની મજાક ધ્યાનમાં લેતા નથી

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આખું ગામ આ બહેનની મજાક ઉડાવે છે, તેમ છતાં પણ આ મહિલા રાખે છે “મૂછ”…, મૂછ રાખવા પાછળ કારણ જાણીને તમને પણ આંચકો લાગશે…"

Leave a comment

Your email address will not be published.


*