એક જ ઝટકામાં આખો પરિવાર ખતમ થઈ ગયો..! બાઈક પર જઈ રહેલા પરિવારને ઝડપી કારે જોરદાર ટક્કર લગાવી, માતા-પિતા અને દીકરા, દીકરીનું મોત….

Published on: 5:21 pm, Sat, 27 May 23

આજરોજ બનેલી એક ભયંકર અકસ્માતની(accident) ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 4 લોકોના મોત(4 people died) થયા છે. માહિતી માહિતી અનુસાર એક યુવકો પોતાની પત્ની અને બંને બાળકો સાથે બાઈક પર પત્નીના પિયરમાં જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં એક કારે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બાઇક પર સવાર યુવક અને તેના દીકરાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે માં અને દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, તેમને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા રસ્તામાં જ માં અને દીકરીનું મોત થઈ ગયું હતું. એક જ પરિવારના ચાર સભ્યોના મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડો તૂટી પડ્યો છે.

આ ઘટના પ્રયાગરાજ માંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરે તો મનોજ નામનો વ્યક્તિ પોતાની પત્ની સીમા અને બંને બાળકો સાથે તેના સાસરે જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં એક ઝડપી કારે મનોજની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસે પરિવારના ચારેય સભ્યોના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યા હતા. પરિવારના ચાર સભ્યોના મોતના સમાચાર મળતા જ અન્ય પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર હાલમાં પોલીસે કારને પોતાના કબજામાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળી રહ્યું છે કે આકાર ગુજરાતની છે તે તેના ફ્લેટ નંબર પરથી જાણી શકાય છે.

મૃત્યુ પામેલા મનોજ ની ઉંમર 40 વર્ષની હતી. તેની પત્નીની ઉંમર 35 વર્ષની, તેની દીકરી સપનાની ઉંમર 8 વર્ષની અને તેના દીકરા શિવમની ઉંમર 5 વર્ષની હતી. આ ઘટનામાં મનોજ અને તેના દીકરા શિવમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે સીમા અને તેની દીકરી સપનાને અકસ્માતની ઘટના બન્યા બાદ સારવાર માટે પ્રયાગરાજ લઈ જતા હતા. ત્યારે રસ્તામાં તેમનું મોત થઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક જ ઝટકામાં આખો પરિવાર ખતમ થઈ ગયો..! બાઈક પર જઈ રહેલા પરિવારને ઝડપી કારે જોરદાર ટક્કર લગાવી, માતા-પિતા અને દીકરા, દીકરીનું મોત…."

Leave a comment

Your email address will not be published.


*