અરે માંડ માંડ બચ્યા..! રસ્તાના કિનારે શાંતિથી ઊભા રહેલા બે વ્યક્તિઓ સાથે અચાનક જ કાંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

Published on: 4:23 pm, Sat, 27 May 23

ViralVideo: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ઘણા વિડીયો જોઈને આપણે આશ્ચર્યચક થઈ જતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણા રુવાડા બેઠા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં એક હૃદયના ધબકારા વધારી દેનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે જેમાં કેટલાક લોકોનું ચમત્કારી બચાવ થતો હોય છે અથવા તો કેટલાક લોકો અકસ્માતનો ભોગ બનતા માંડ માંડ બચતા હોય છે. તેવું જ કંઈક આ ઘટનામાં બન્યું છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બે લોકો રસ્તાના કિનારે ઉભેલા નજરે પડી રહ્યા છે.

ત્યારે રસ્તા પરથી પસાર થતું એક ઝડપી વાન અચાનક જ બેકાબુ બની જાય છે. બેકાબુ બનેલું વાન બે થી ત્રણ વખત ગોળ ગોળ ફરે છે, એક દુકાનની અંદર ઘૂસી જાય છે. બેકાબુ બની ગયેલું વાન રસ્તાના કિનારે ઉભેલા વ્યક્તિની જરાક જ બાજુમાંથી જાય છે. જેના કારણે આ ઘટનામાં તે વ્યક્તિનો જીવ બચી ગયો હોત.

જો જરાક પણ આમ તેમ થયું હોત તો રસ્તાના કિનારે ઉભેલા બંને વ્યક્તિઓ વાહનની અડફેટેમાં આવી ગયા હોત. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનામાં રસ્તામાં કિનારે ઉભા રહેલા બંને વ્યક્તિઓનો માંડ માંડ જીવ બચ્યો હતો.

ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો ફેસબુક પર Zee 24 Kalak નામની ન્યુઝ ચેનલે પોતાના facebook પેજ પર શેર કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે માંડ માંડ બચ્યા..! રસ્તાના કિનારે શાંતિથી ઊભા રહેલા બે વ્યક્તિઓ સાથે અચાનક જ કાંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*