પેલા યુવતીને ગાડીમાં બેસાડી, પછી તેનો જીવ લઈને મૃતદેહને સળગાવી દીધી… ધર્મના નામે ધૂતનારો પાખંડી સુરજ ભુવાજી ટોળકી સાથે પકડાયો… તમે જ કહો આવા નરાધમનું શું કરવું..?

Published on: 6:05 pm, Sat, 27 May 23

Suraj Bhuvaji Killed girl: અમદાવાદ શહેરમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. અમદાવાદમાં(Ahmedabad) નરાધમનો હવસનો શિકાર બનેલી દીકરીનું અપહરણ કરીને જીવ લઈ લેવાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે ઢોંગી અને પાખંડી એવા સુરજ સોલંકી(Suraj Bhuvaji), એક મહિલા સહિત આઠ લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ખાતે રહેતી અને મૂળ જૂનાગઢની ધારા કડીવાર નામની યુવતી ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

આ યુવતી છેલ્લા એકાદ વર્ષથી ગુમ હતી. જેના કારણે સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ધારા ગત 19 જૂનના રોજ જૂનાગઢના પોતાના ઘરેથી નીકળી હતી. ત્યાર પછી ધારા, સુરજ ભુવાજી અને મીત શાહ નામના યુવકો સાથે કારમાં અમદાવાદ આવવા માટે રવાના થઈ હતી. તેઓ મિત શાહના અમદાવાદના ઘરે આવ્યા હતા.

જેના બીજા દિવસે ધારા કોઈને કહ્યા વગર મીતના ઘરેથી નીકળી ગઈ હતી તેવું નિવેદન સુરજ ભુવાજીએ પાલડી પોલીસ સ્ટેશનમાં અરજીમાં આપ્યું હતું. ઢોંગી સુરજ પોલીસને જણાવ્યું હતું કે, ધારા પોતાનો સામાન લઈને મીતના ઘરેથી ચાલી ગઈ હતી, એને મને whatsapp પર પણ મેસેજ કર્યો હતો કે, મને શોધવાની કોશિશ ન કરતા હું તમારા જીવનમાંથી હંમેશા માટે જાવ છું અને પોલીસના લફડામાં પણ પડતા નહીં.

એકાદ એક મહિના પહેલા ગુમ થયેલી ધારાના ભાઈએ એવું નિવેદન આપીને જાણવાજોગે અરજી કરી હતી કે, મારી બહેન છેલ્લે ઘરેથી સુરેશ ભુવાજી ની સાથે નીકળી હતી અને તે ગુમ થઈ ગઈ હતી. તેનો કોઈ પણ હતો પતો નથી. ત્યાર પછી પાલડી પોલીસે આ બાબતે તપાસ કરી હતી અને છેલ્લે પોલીસની આ ઘટનામાં સફળતા મળી છે.

તપાસ દરમિયાન ઘણા બધા ચોકાવનારા ખુલાસાઓ થયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, 19 જૂનના રોજ ધારા સુરજ ભુવાજી અને મીત શાહ સાથે રાત્રે ચોટીલા ખાતે ભોજન કર્યું હતું. ત્યારબાદ ધારાને ફસાવીને સુરજ અને મીત ચોટીલા ની બાજુમાં આવેલો સુરજ સોલંકીના મૂળ ગામે તેને લઈ ગયા હતા. અહીં સુરજના ભાઈ યુવરાજ અને તેના મિત્ર ગુંજને આવીને ધારા સાથે બોલાચાલી કરી હતી.

આ દરમિયાન કારની પાછળની સીટમાં બેઠેલાથી ધારાનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. આ દરમિયાન અન્ય આરોપીઓએ પણ ધારાનો જીવ લેવામાં મદદ કરી હતી. ત્યાર પછી ધારાના મૃતદેહને નજીકમાં અજાણી જગ્યા પર લઈ ગયા હતા. ત્યાં સૂકા લાકડા ઘાસ એકઠું કરીને આરોપીએ મળીને ધારાના મૃતદેહ ને સળગાવી દીધું હતું. ત્યારબાદ ધારા ફરાર થઈ ગઈ છે તેવું નાટક કર્યું હતું. આ ઘટનામાં પોલીસે નરાધમ સુરજ સોલંકી, ગુંજા જોશી, મુકેશ સોલંકી, યુવરાજ સોલંકી, સંજય, જુગલ, મિત અને મોના નામના આરોપીઓની ધરપકડ કરી છે. આવા નરાધમો સાથે શું કરવું જોઈએ? તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પેલા યુવતીને ગાડીમાં બેસાડી, પછી તેનો જીવ લઈને મૃતદેહને સળગાવી દીધી… ધર્મના નામે ધૂતનારો પાખંડી સુરજ ભુવાજી ટોળકી સાથે પકડાયો… તમે જ કહો આવા નરાધમનું શું કરવું..?"

Leave a comment

Your email address will not be published.


*