કોરોનાવાયરસ ને લઈને WHO એ આપ્યું મોટું નિવેદન,જાણો વિગતવાર

Published on: 4:43 pm, Sat, 11 July 20

દુનિયાભરમાં કોરોનાવાયરસ ના કેસો પહેલા કરતાં વધુ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પોતાના સત્તાવાર નિવેદનમાં એવી ચિંતાજનક વાત કરવામાં આવી છે કે કોરોનાવાયરસ જેટલી લોકોની અપેક્ષા છે તેટલી જલ્દી નાબૂદ થઈ શકશે નહીં.

અત્યારે કોરોનાવાયરસ નું સ્વરૂપ છે તે અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાના વૈજ્ઞાનિકો દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને કેમ કહ્યું છે કે અત્યારે એમ જલ્દી કોરોનાવાયરસ નાબૂદ થઈ શકશે નહીં.

તેમણે એમ પણ કહ્યું છે કે દુનિયા ભરમા કોરોનાવાયરસ ના કેસ માં ઝડપી ઉછાળો આવતો જાય છે. તે ખૂબ જ ચિંતા નો વિષય છે અને વધારે કહેતા તેમણે કહ્યું કે ઓગસ્ટના અંત સુધીમાં કેસની સંખ્યામાં સતત વધારો થવાનો ખતરો દેખાઈ રહ્યો છે.

કોરોનાવાયરસ ને નાબુદ કરવા માટે અને તેની અસરને ઓછી કરવા માટે વૈજ્ઞાનિકો દ્વારા સતત પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ હજી સુધી એમની સફળતા મળી નથી. દુનિયાના અલગ-અલગ દેશોમાં અલગ-અલગ પ્રકારના સંશોધનો પણ થઈ રહ્યા છે અને વૈજ્ઞાનિકો સતત ૨૪ કલાક કામ કરી રહ્યા છે.

દુનિયાભર માટે આ ખરાબ સમાચાર છે કે એટલી જલ્દી કોરોનાવાયરસ દુનિયામાંથી નાબૂદ થઇ શકવાનો નથી. બધા જ દેશો એ મુકાબલો કરતા રહેવાનું છે અને તેવી સ્થિતિમાં આગળના દિવસો પણ દેખાય રહ્યા છે.

Be the first to comment on "કોરોનાવાયરસ ને લઈને WHO એ આપ્યું મોટું નિવેદન,જાણો વિગતવાર"

Leave a comment

Your email address will not be published.


*