કોરોના ના સંકટ વચ્ચે મોદી સરકાર માટે આવ્યા ઘણા મહિના બાદ ખુશીના સમાચાર, જાણો વિગતે

Published on: 5:21 pm, Sat, 11 July 20

ભારતમાં વિદેશી મુદ્રા ભંડાર ફરી એક વખત નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. રિઝર્વ બેંકના તાજેતરના આંકડાઓ પ્રમાણે વિદેશી મુદ્રા ભંડાર ૬.૪૭ અબજ ડોલરની મોટી વૃદ્ધિ સાથે ૫૧૩.૨૫ અબજ ડોલરના સ્તરે પહોંચી ગયો છે. રિઝર્વ બેન્કના અહેવાલ પ્રમાણે આ દરમિયાન ગોલ્ડ રિઝર્વ ભંડાર ૪૯.૫ કરોડ ડોલર વધીને ૩૪.૨ અબજ ડોલર થઇ ગયો છે. આ આંકડો ૩ જુલાઈના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં છે. અગાઉ 26 જૂનના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ નો છે . દેશમાં વિદેશી મુદ્રા ભંડાર ૧.૨૭ અબજ ડોલર વધીને ૫૦૬.૮૪ અબજ ડોલરે પહોંચ્યો હતો.

5 જૂનના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં દેશના વિદેશી મુદ્રા ભંડાર પ્રથમ વખત ૫૦૦ અબજ ડોલરના સ્તરે થી ઉપર ગયો હતો . તે સમયે ૮.૨૩ અબજ ડોલરની જોરદાર વૃદ્ધિ સાથે ૫૦૧.૭૦ અબજ ડોલરે પહોંચ્યો હતો.

વિદેશી મુદ્રા ભંડાર માં વધારો થાય કોઈ પણ દેશની ઈકોનોમી માટે સારી વાત છે. તેમા કરન્સી તરીકે મોટાભાગે ડોલર નો જ ઉપયોગ થાય છે. સમગ્ર વિશ્વમાં ડોલરના માધ્યમથી જ કારોબાર થાય છે . હાલ ડોલરના મુકાબલે ભારતીય કરન્સી 75 રૂપિયાથી વધારે છે મતલબ કે એક ડોલરની કિંમત 75 રૂપિયાથી વધારે છે.