હાથરસ મામલે પીડિતાના ભાભીએ આપ્યું મહત્વનું નિવેદન, પોલીસ પર મુકાયા સણસણતા આરોપ,જાણો સમગ્ર મામલો

Published on: 5:56 pm, Sat, 3 October 20

હાથરસ કેસમાં સરકાર અને ઉત્તરપ્રદેશ પોલીસની ફઝેતી થયા બાદ મીડિયાને પીડિતાના પરિવાર સાથે વાત કરવાની મંજૂરી છેવટે મળી ગઈ છે. પીડિતાની ભાભી મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, તેઓ અને તેમનો પરિવાર ના નાક્રો ટેસ્ટ કરાવશે નહીં કારણ કે તેઓ જૂઠ્ઠું બોલી રહ્યા નથી. તેમની સાથે સાથે તેમને ડીએમ અને એસપી નો પણ નાક્રો ટેસ્ટ કરવાની માંગણી કરી હતી. પીડિતાના ભાભીએ કહ્યુકે.

ગઈકાલેઅહીં કોઈ એસઆઇટીની ટીમ આવી નહોતી.ડી એમ સાહેબ કહે છે કે જો તમારી પુત્રી કોરોના થી મરી ગયો હોત તો તમે શું કરેત.મુતદેહ બતાવવા અંગે ડીએમ સાહેબે કહ્યું હતું કે તેઓ ખૂબ જ વિકૃત સ્થિતિમાં છે.પીડિતાના ભાભીએ કહ્યુકે ‘અમે સાચું બોલી રહ્યા છીએ, અમે નાક્રો ટેસ્ટ કરાવીશું નહીં.

ડિએમ અને એસપીનો પણ નાક્રો ટેસ્ટ થવો જોઈએ કારણકે તેઓ જૂઠ્ઠું બોલી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પોલીસ ને પૂછો કે કોને મૃતદેહ સળગાવ્યો અને અમે લાશને સળગતી જોઈ પણ નથી અને અમને ખબર પણ નથી કે કોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

પરિવાર વારંવાર નિવેદન બદલી રહાના આક્ષેપો અંગે પીડિતા ખુદ કહી રહી છે ત્યારે આમાં ખોટું કઈ રીતે હોઈ શકે.તેમને કહ્યું કે તેમને પોલીસ પર વિશ્વાસ નથી પરંતુ તેઓ સીબીઆઈ તપાસ કરવા ઇચ્છતા નથી. પીડિતાની ભાભીએ કહ્યુ કે અમારે કોઈ પણ નેતા નો ફોન આવ્યો નથી.

દરેક લોકો રાજકારણ માટે આવી રહ્યા છે.અમનેન્યાય જોઇએ છે અને બીજું કંઈ નહીં.આપણે જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો હતો કે તેમને પીડિતાના પિતા સાથે વાત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!