સી આર પાટીલ ના પ્રવાસ બાદ ભાજપના વધુ એક નેતા કોવીડ 19 ની ગાઈડલાઈન ના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા

193

ગુજરાત રાજ્યમાં જે રીતે કોરોનાનો પગપેસારો થઇ રહ્યો છે તેને ધ્યાનમાં લેતા સરકાર દ્વારા ગાઈડલાઇન લાગૂ કરવામાં આવી છે.અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે કે નેતાઓ અને કલાકારો માટે આ માર્ગદર્શિકા નું કોઈપણ પ્રકારનું મહત્વ નથી. ભાજપના નેતાઓ જ હાલમાં ગાઈડ લાઇન ધજાગરા ઉડાવી રહ્યા છે. ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા એ રોડના ખાતમુહૂર્ત ભીડ એકત્ર કરતા અત્યારે હાલમાં વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યું છે.

ડીસાના એક કાર્યક્રમમાં ધારાસભ્ય કોરોના ની ગાઇડ લાઇનને નેવે મૂકી ઘોડે ચડ્યા હતા. આ પ્રકારની ભીડ એકત્ર કરનાર કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ કાર્યક્રમમાં ગુજરાતની જાણીતી કલાકાર કિંજલ દવે પણ ધારાસભ્ય સાથે ઘોડે ચડી હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે આ કાર્યક્રમમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે.

સરકાર દ્વારા જાય મેળાવડા અને સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમોમાં સિમેન્ટ લોકોને આમંત્રિત કરવાનો નિયમ છે ત્યારે સવાલ એ છે કે આ કાર્યક્રમ આટલી મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવાની પરવાનગી કોને આપી? વીડિયોમાં જોઇ શકાય છે કે કિંજલ દવે ધારાસભ્ય સાથે સેલ્ફી લઇ રહી છે.

પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન કોરોના ની ગાઈડલાઈન ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!