રાજ્યની આ માર્કેટયાર્ડમાં મગફળીની બે ગણી થઈ આવક, મગફળી નો ભાવ એટલો મળતા ખેડૂતોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ

Published on: 6:59 pm, Sat, 3 October 20

આજરોજ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવક વધુ એક વખત શરૂ કરાતા 22 હજાર ગુણી ની આવક થવા પામી હતી. સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડમાં દિન-પ્રતિદિન મગફળીની આવક વધવા લાગી છે. રાજકોટની નવા યાર્ડ ખાતે મગફળીનો સ્ટોક થતા છેલ્લા ત્રણ દિવસથી આવક બંધ કરવામાં આવી હતી.રાજ્યના પ્રમાણમાં આવક વધુ રહેતાં તેમજ ભેજવાળી મગફળી વધુ આવતી હોવાથી.

આવકપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ગઈ કાલ તમામ પડતર તમામ મગફળી ની હરાજી થઇ જતા નવી આવક શરૂ કરી દેવામાં આવી હતી.મહત્વની વાત એ છે કે સારી મગફળી ના ભાવ ₹1100 સુધી મળતા ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સિઝનની સૌથી વધારે મગફળીની આવક થતા મગફળી થી માર્કેટયાર્ડ ઉભરાયું હતું. ચાલુ વર્ષે વધારે પડતો વરસાદના કારણે ભેજવાળી મગફળી નું પ્રમાણ વધુ હોવાથી.

તેનો સરેરાશ ભાવ ₹700 થી 1000 સુધીના બોલાય રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યની આ માર્કેટયાર્ડમાં મગફળીની બે ગણી થઈ આવક, મગફળી નો ભાવ એટલો મળતા ખેડૂતોમાં જોવા મળ્યો ખુશીનો માહોલ"

Leave a comment

Your email address will not be published.


*