રાજ્યના કેન્દ્રીય કૃષિ મંત્રી પરષોત્તમ રૂપાલાની આજે રાજકોટ શહેરમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.આ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રના નવા કૃષિ શિબિર બાબતે પત્રકારો સાથે વાતચીત કરતાં કૃષિમંત્રીએ ખેડૂતોને જબરદસ્ત ફાયદો થવાનું કહ્યું હતું. તેમને વધારે માં કહ્યું કે,મગફળીની ખરીદી ને લઈને વજન ના નિયમો હળવા કરવા બાબતે કેન્દ્ર સરકારને રજૂઆત કરશે.
તેમ મંત્રી રૂપાલા અને સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું.કૃષિ બિલ બાબતે પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, આ બિલ ખેડૂતોના હિતમાં છે અને વિરોધ કરવાવાળા વિરોધ કરશે જ. ખરેખર આ બિલ ખેડૂતોની વિરોધ નથી અને વિરોધ કરવા માટે અમુક લોકો ખેડૂતોને પેરી રહ્યા છે.
રૂપાલાએ કોંગ્રેસ પર પરોક્ષ રીતે પ્રહાર કર્યા હતા.કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરસોતમ રૂપાલા પ્રેસ કોન્ફરન્સમાં મહત્વનું નિવેદન આપ્યું હતું કે કૃષિ બિલ એ ખેડૂતોને માટે લાભદાયક છે.
વિરોધ કરવાવાળા વિરોધ કરવાનું કામ કરશે. તેમને કોંગ્રેસ પર પરોક્ષ રીતે અનેક પ્રહાર કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!