નવી ગાડી ને લઈને સરકાર નો અનોખો નિયમ, જો તમારી પાસે…

Published on: 9:12 am, Sat, 19 September 20

જો તમે દિલ્હીમાં નિવાસ કરી રહ્યા છો અને તમારે નવી ગાડી લેવાનું વિચારી રહ્યા છો, તો એકવાર આ નિયમ વાંચી લેજો. નવા નિયમ મુજબ જો તમારી પાસે પાર્કિંગની જગ્યા ન હોય તો આગામી વર્ષથી આપ ગાડી ખરીદી શકશો નહીં. નવા પાર્કિંગ એરિયા મેનેજમેન્ટ પ્લાન અંતર્ગત ફક્ત એ જ લોકો ગાડી ખરીદી શકશે જેના ઘરમાં પાર્કિંગની જગ્યા અથવા તે આજુબાજુ એક કિમી અંદર કાયદેસર પાર્કિંગની જગ્યા હોય.

નવા નિયમ મુજબ જે કોલોનીમાં પહેલાથી જ મર્યાદા કરતાં વધારે ગાડી હોય, ત્યાં પાર્કિંગની વ્યવસ્થા બાદ લોકો નવી ગાડી ખરીદી શકતા નથી. દિલ્હીમાં તમામ વિસ્તારોમાં આગામી ચાર મહિનામાં આ નવા નિયમો લાગુ કરવાનું કહેવાયું છે. સુપ્રીમ કોર્ટ એમસિડીની રહેઠાણ કોલોનીમાં પાર્કિંગ પ્લાન તૈયાર કરવાનું કહ્યું હતું.

જો કોઈ નવી ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છે,તો એને પાર્કિંગની જગ્યા નું પ્રૂફ આપવાનું રહેશે. પ્રૂફ આપવાની સાથે તેમને એ પણ જણાવવાનું રહેશે કે, તેમની પાસે કેટલી ગાડી છે.

જો કોઈના ઘરની આસપાસ એક કિલોમીટર અંદર પાર્કિંગની જગ્યા અથવા કાયદેસર પાર્કિંગ નહીં હોય તો તેના માટે નવી ગાડી ખરીદવી મુશ્કેલ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!