રાજ્યમાં હવે ધીમે ધીમે ચોમાસુ વિદાય લેવા જઇ રહયું છે. ત્યારે આગામી ત્રણ દિવસ સુધી હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 126 ટકા વરસાદ થઈ ચુક્યો છે. બંગાળની ખાડીમાં ભેજયુક્ત હવા રાજ્ય તરફ ચાલી રહી છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં એક તરફ ચોમાસું અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે ત્યારે હાલ બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યુ હોવાનું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ કેટલી જગ્યાઓ પર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજરોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.
આ સાથે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય વિસ્તારોમાં વરસાદ નહીંવત જોવા મળશે.
વરસાદના કારણે ખેડૂતો ના ઉભા પાક માં નુકશાન જોવા મળી રહ્યુ છે જયારે બીજી બાજુ નદી અને ડેમો ફુલ છલકાઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!