રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ ને મળ્યું ગુજરાતના આ દાનવીર પાસેથી સૌથી મોટું દાન,જાણો કોણ છે એ ગુજરાતી?

Published on: 2:56 pm, Tue, 14 December 21

શ્રી રામ જન્મભૂમિ પરિસરમાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કાર્ય હાલ ચાલી રહ્યું છે. એપ્રિલ 2020માં રામ જન્મભૂમિ ક્ષેત્ર નું ખાતું ખોલ્યું એ સાથે મંદિર નિર્માણ માટે ભાવિકોએ ફાળો આપવાની શરૂઆત કરી હતી. માત્ર દોઢ વર્ષમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુ સમર્પણ નિધિ મળી ચૂકી છે.

પ્રખ્યાત કથાવાચક મોરારીબાપુએ સૌથી વધુ 11 કરોડનું દાન આપ્યું છે.એ પછી પટનાના મહાવીર ટ્રસ્ટ તરફથી ચાર કરોડનું દાન આપવામાં આવ્યું છે. ખાતું ખુલ્યા પછી ટ્રસ્ટે વિજ્ઞાપન અને સોશિયલ મીડિયા દ્વારા ભાવિકોને દાન આપવા અપીલ કરી હતી.

ટ્રસ્ટે ચાલુ વર્ષે 15 જાન્યુઆરી થી 27 ફેબ્રુઆરી સુધી નિધિ સમર્પણ અભિયાન ચલાવ્યું હતું. માર્ચમાં થયેલા ઓડિટ મુજબ ટ્રસ્ટ ને 3500 કરોડો નું દાન મળ્યુ હતું પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ રામ મંદિર માટે 5000 કરોડ મળી ચૂક્યા છે.

ટ્રસ્ટ ને દાન આપનારાઓમાં શિવસેના, ઉદ્ધવ ઠાકરે તરફથી એક કરોડ,સંઘ કાર્યકર્તા સીયારામ તરફથી એક કરોડ, ચેતન્ય સેવા ટ્રસ્ટ મુંબઈ તરફથી એક કરોડ મળ્યા છે.

ટ્રસ્ટ નું ખાતુ ખુલ્યા પછી કેન્દ્ર સરકારે એક કરોડ રૂપિયાનું પ્રતીક દાન કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 11 લાખ નું દાન આપ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!