સુરતમાં પલસાણાની કાપડ મિલમાં અચાનક આગ લાગે ઉઠતા અફરાતફરી મચી ગઈ, 3 કલાક બાદ આગ પર કાબુ મળ્યો…

Published on: 2:41 pm, Tue, 14 December 21

સુરત નજીક આવેલા પલસાણાની એક કાપડ ની મીલ મા આગ લાગી ઉઠી હતી. મળતી માહિતી અનુસાર કાપડ મીલના ડ્રેસ અને સાડીના કાપડના જથ્થામાં આગ લાગી હતી. કોલસા માંથી લાગેલી આગ જોતજોતામાં તો વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગની ટીમને કરી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

લગભગ ત્રણ કલાકની ભારે જહેમત બાદ લાગેલી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. કોઈ મોટી ઘટના બની નથી. મળતી માહિતી અનુસાર પલસાણાના તાંતિથૈયા ખાતે આવેલી પંકજ ફેશનના મિલમાં સવારના અંદાજે પોણા સાત વાગ્યાની આસપાસ કોલસાથી લાગેલી આગે એક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

કોલસા માં લાગેલી આગ ના દીકરા ના કારણે સાડી અને ડ્રેસ મટીરીયલ્સના ગ્રેના તાકામાં આગ લાગી ઉઠી હતી. તેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ઘટનાની જાણ થતા અલગ અલગ વિસ્તારમાંથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને લગભગ ત્રણ કલાક બાદ ફાયર વિભાગની ટીમે મિલ માં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર સવારના સમયે મિલમાં કોઈપણ કામદાર ન હોવાના કારણે કોઈ પણ વ્યક્તિ આ ઘટનાનો ભોગ બન્યું નથી. આ ઘટનાની જાણ થતાં મિલના માલિક પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત આસપાસના સ્થાનિક લોકો પટના સ્થળે દોડી આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં પલસાણાની કાપડ મિલમાં અચાનક આગ લાગે ઉઠતા અફરાતફરી મચી ગઈ, 3 કલાક બાદ આગ પર કાબુ મળ્યો…"

Leave a comment

Your email address will not be published.


*