કલેકટરને પડકાર ફેંકનાર આદિવાસી છોકરી સોશિયલ મીડિયામાં થઇ ફેમસ,જાણીને નવાઈ લાગશે પણ…

Published on: 3:05 pm, Sat, 25 December 21

બે દિવસ પહેલા મધ્યપ્રદેશના ઝાબુઆનો એક વીડિયો વાયરલ થયો હતો.જેમા એક આદિવાસી દીકરી કલેકટરને લલકારી રહી હતી.NSUI ના પ્રદર્શન દરમિયાન એક છોકરીને બોલતા તમે સાંભળી હશે કે મને કલેક્ટર બનાવી દો હું બધાની માંગ પૂરી કરી દઈશ.

તમે નથી કરી શકતા તો પછી કોના માટે બની છે સરકાર,શું અમે અહીં ભીખ માગવા આવ્યા છે.અમારા ગરીબ લોકો માટે તો કોઈ વ્યવસ્થા કરો.સર અમે આટલી દૂર થી આવીએ છીએ,અમે આદિવાસી લોકો છીએ, કેટલા રૂપિયા ખર્ચીને આવીએ છીએ.

આ વીડિયો વાયરલ થયા બાદ આવું કહેનારી છોકરી સમગ્ર દેશમાં ચર્ચાનું કારણ બની છે.NSUI તેને ઝાબુઆ જિલ્લાની મહાસચિવ બનાવી છે. આદિવાસી સંગઠન જય આદિવાસી યુવા શક્તિએ આ છોકરીને upsc સુધીના અભ્યાસની તમામ ખર્ચ ઉઠાવવાની તૈયારી પણ બતાવી છે.

આ છોકરીનું નામ નિર્મલા ચૌહાણ છે.જે અલીરાજપુરા ખાંડલા ગામની રહેવાસી છે.તે ઝાબુઆમાં રહીને બીએમ ફર્સ્ટ યરમાં ભણી રહી છે. વાયરલ વિડીયો પર મિડીયા સાથે વાતચિત કરતા નિર્મલા કહે છે કે અમે આટલે દૂરથી ત્યાં ગયા હતા. બે-ત્રણ કલાક થી બહાર ઊભા હતા.

કોઈ અધિકારી બહાર આવી રહ્યા ન હતા તેના કારણે મને ગુસ્સો આવ્યો. આ દીકરી એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તે કલેકટર નહીં પણ આર્મી માં જવા માગે છે.મને સત્ય બોલવાનું પસંદ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કલેકટરને પડકાર ફેંકનાર આદિવાસી છોકરી સોશિયલ મીડિયામાં થઇ ફેમસ,જાણીને નવાઈ લાગશે પણ…"

Leave a comment

Your email address will not be published.


*