સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને લીધી આડેહાથ, કહ્યું કે તમારું ડિજિટલ ઇન્ડિયા ક્યાં છો? જાણો શા માટે કહ્યું આવું.

Published on: 2:55 pm, Mon, 31 May 21

કોરોનાની મહામારી વચ્ચે સુપ્રીમ કોર્ટે ફરી એક વખત લીધી કેન્દ્ર સરકારને આડેહાથ. કોરોના સંબંધિત ઘણી બધી અરજીઓની સંદર્ભમાં સુનવાણી લઇને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે 2021 માં અંતે સુધીમાં સમગ્ર દેશના 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકોને કોરોના ની વેક્સિંગ મળી જશે.

આ ઉપરાંત કેન્દ્ર સરકારે કહ્યું હતું કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 5 ટકા લોકોએ વેક્સિન ના બંને ડોસ લઈ લીધા છે. પરંતુ માત્ર 30 થી 40 ટકા લોકોને જ આ વર્ષના અંત સુધીમાં વેક્સિન મળશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે”તમે તો ડિજિટલ ઇન્ડિયા ની વાત કરો છો, પણ હકીકતમાં કેટલી જાણો છો? ”

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે વેબસાઇટ પર કોરોના ની રસી નું રજીસ્ટ્રેશન કરો છો પરંતુ ગામડામાં રહેતા લોકો આ વસ્તુ કઈ રીતે યુઝ કરી શકશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારતમાં સાક્ષરતા નો દર ખૂબજ ઓછો છે તે માટે ડિજિટલ પ્લેટફોર્મ ખૂબ જ ઓછા લોકો વાપરે છે.

આ સંદર્ભમાં ઘણી બધી સમસ્યાઓ સામે આવતી જોઈએ છે અને લોકો તેનાથી પીડાય છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમુક રાજ્યોમાં વેક્સિન નથી મળતી તેના કારણે તેઓ ગ્લોબલ ટેન્ડર ભરી રહ્યા છે તો તું આ બધું યોગ્ય છે.

ત્યારે કેન્દ્ર સરકારે કહ્યું કે વિદેશી કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કઈ કે શું ખરેખર covid પર રજિસ્ટ્રેશન કરાવવું એ સરળ છે? ગામડામાં રહેતા લોકો આ વસ્તુનો ઉપયોગ કરી શકશે? શું ગામના લોકો covid પર રજિસ્ટ્રેશન કરાવી શકશે?

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને લીધી આડેહાથ, કહ્યું કે તમારું ડિજિટલ ઇન્ડિયા ક્યાં છો? જાણો શા માટે કહ્યું આવું."

Leave a comment

Your email address will not be published.


*