દિલ્હીમાં આજથી UNLOCK પ્રક્રિયા શરૂ, જાણો કઇ સુવિધાઓ થશે શરૂ અને કઇ સુવિધાઓ રહેશે બંધ ?

91

દેશમાં સતત કોરોના ના કેસ વધતા હતા તેવામાં દિલ્હીમાં કોરોના ના કેસ ઘટતા આજથી દિલ્હીમાં આલોક ની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પહેલા અઠવાડિયામાં તમામ ફેક્ટરીઓ અને કન્સ્ટ્રક્શનના કામ કરવાની મંજૂરી આપી છે. દિલ્હીમાં તમામ મેટ્રો સેવાઓ બંધ રહે છે.

આ ઉપરાંત દિલ્હીમાં 7 જૂન સુધી નાઈટ કરફયુ ચાલુ રહેશે. લોકડાઉન દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ એરીયા, મેન્યુફેક્ચર યુનિટ ની મંજૂરી અપાય છે. 13 એપ્રિલ થી દિલ્હીમાં મૃત્યુનો આંકડો વધ્યો છે અને કોરોના ના કેસ પોઝિટિવ નો રેટમાં ઘટાડો થયો છે.

આ ઉપરાંત કન્સ્ટ્રકશન સાઈડ પર કામ કરતા કર્મચારીઓને પણ મંજૂરી આપવામાં આવી છે. આ તમામ લોકોની અવર-જવર માટે ઈ-પાસ લેવો પડશે. સાઈડ પર જનાર તમામ કર્મચારીઓને ટેસ્ટ કરવામાં આવશે.

દિલ્હીમાં કોરોના બેકાબૂ થયા બાદ સ્થિતિ કાબૂમાં આવી છે. થોડા અઠવાડિયા થી નવા કેસ માં ઘટાડો આવ્યો છે છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં 946 કેસો નોંધાયા છે.

78 દર્દીઓના કોરોના ના કારણે મૃત્યુ થયા છે. 47 દિવસમાં પહેલી વખત દિલ્હીમાં મૃત્યુનો આંક 100ને નીચે આવ્યો છે. દિલ્હી મૃત્યુદર ની ટકાવારી 1.69 છે. છેલ્લા ૨૪ કલાકમાં 1803 દર્દીઓ કોરોના માં થી મુક્ત થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!