ગુજરાત રાજ્યમાં આ તારીખથી શરૂ થઈ જશે જોરદાર ઠંડી સાથે શિયાળો.

ગુજરાત રાજ્યમાં ઠંડીના ચમકારા પ્રમાણ સતત વધારો થઈ રહ્યો છે અને અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે.સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસર થી રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના 14 શહેરમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. રાજ્યના ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે.જ્યારે અમદાવાદમાં 17.6 ડિગ્રી નો પારો નોંધાયો છે.

રાજ્યમાં આવનારા ચાર દિવસમાં એટલે કે 6 નવેમ્બર ની આસપાસ ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે જવાની નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે.નોંધનીય છે કે, ઉત્તરાખંડના પવિત્ર યાત્રાધામ બદ્રીનાથમાં ગયા અઠવાડિયે થયેલી પહેલી હિમવર્ષા બાદ ઠંડીની શરૂઆત થઇ ગઇ હતી.

પવિત્ર બદ્રીનાથમાં ઠંડીનું જોર એટલું વધી ગયું છે કે ત્યાંના છોડમાં પણ બરફ જામી ગયો છે. ભારે ઠંડીની વચ્ચે પણ તીર્થયાત્રીઓ આ સીઝનની મજા માણતા જોવા મળ્યા છે.

આ વર્ષે વરસાદ ખૂબ જ પડવાથી ઠંડીનું પ્રમાણ ગયા વર્ષ કરતાં ઠંડીનું પ્રમાણ બમણું થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*