આજની યુવા પેઢી પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરતા નજરે પડે છે અને મહેનત પાછળ તેમના માતા-પિતાનો પણ હાથ હોય છે કે જેઓ પોતાના બાળક માટે કંઈ પણ કરવા તૈયાર થતા હોય છે. એવું જ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર નાગોર રહેતો પવન કુમાર કુમાવત કે જેના પિતા એક ટ્રક ડ્રાઇવર છે. હાલ તે યુપીએસસીમાં સિલેક્ટ થયો છે. જે ખૂબજ ગૌરવભરી વાત કહેવાય.
આ પવન કુમાર કુમાવતની વાત કરીશું તો જે માત્ર 4 હજાર રૂપિયાનો પગાર મેળવનાર તેના પિતા રામેશ્વરલાલે પોતાના પુત્રને સફળ બનાવ્યો. તેના પિતા ડ્રાઇવર તરીકે નોકરી કરે છે એટલું જ નહીં તેના પિતાએ ઘણા એવા કામો પણ કર્યા છે એમાંનું માટીના વાસણો પણ વેચ્યા છે. પવન કુમાર ની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે બાળકને ભણાવવા માટે માતા-પિતા કંઈ પણ કરે છે.
ત્યારે પોતાના પુત્રનું શિક્ષણ ચાલુ રહે તે માટે પિતાએ લોન પણ લીધી હતી અને દીકરા એ રાત દિવસ એક કરીને ફાનસના અજવાળે ભણી યુપીએસસીમાં 551 રેંક મેળવી સફળતા મેળવી છે. જ્યારે પવન કુમારને એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે જણાવ્યું હતું કે એક રિક્ષા ડ્રાઈવરનો પુત્ર કે જે 2006માં આઈએએસ બન્યો હતો.
ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે જો એક રિક્ષાચાલકનો દીકરો IAS બની શકતો હોય તો ટ્રક ડ્રાઈવરનો દીકરો IAS કેમ ના બને અને પવન કુમારી તેની સફળતા મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યા હતા. વાત કરી તો તેમના ઘરની પરિસ્થિતિ પણ ખૂબ જ ખરાબ હતી. પરંતુ તેમના માતા પિતાએ તેમને છેલ્લે સુધી સાથ આપ્યો હતો. અને પવનકુમાર પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી માનતો હતો અને પવન કુમાર એક નાની એવી ઝૂંપડીમાં રહેતા હતા કે જ્યાં લાઈટ કનેક્શન પણ નહોતું.
એવા માટે રાત-દિવસ એક કરીને મહેનત કરી હતી. પવન કુમાર ને તેના માતા પિતાનો ખૂબ જ સપોર્ટ રહેતો હતો અને તેમણે કેન્દ્રીય વિદ્યાલય નાગૌરમાં પ્રવેશ મેળવ્યો હતો.તેઓ પહેલેથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા એટલું જ નહીં તેઓ ભણવાની સાથેસાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારીઓ પણ કરતા હતા. તેમના પિતા એક સામાન્ય ડ્રાઇવર તરીકેનું કાર્ય કરીને પોતાના દીકરા માટે ખૂબ જ મહેનત કરતા હતા અને દીકરા એ આખરે તેની સફળતા મેળવી.
તેમની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમણે ઘણી એવી વિકટ પરિસ્થિતિનો સામનો પણ કર્યો છે. એવામાં જ્યારે કોચિંગ માટે પૈસાની જરૂર હતી ત્યારે તેમણે એક લોન પણ લીધી હતી. દીકરા એ નક્કી કર્યું કે હવે કંઈક મોટું કરવું છે અને તેણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી ચાલુ રાખી અને વર્ષ 2018માં RAS માં સિલેક્ટ થઇ ગયો હતો. પરંતુ તેમનું લક્ષ્ય IAS બનવાનું હતું. તેથી તેની પાછળ તે કડકમાં કડક મહેનત કરતો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!