વેકેશનમાં બારડોલી માસીના ઘરે આવેલા ભાણેજનું રમતી વખતે નહેરમાં ડૂબી જતાં કરૂણ મૃત્યુ, 9 વર્ષના દીકરાનું મૃત્યુ થતાં માતા-પિતા ચોધાર આંસુએ રડ્યા…

Published on: 5:12 pm, Wed, 1 June 22

સોમવારના રોજ બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર 9 વર્ષના બાળકનું શહેરમાં ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ નિપજયુ છે. મળતી માહિતી અનુસાર 2 દિવસ પહેલા 9 વર્ષનો નૈતિક નામનો બાળક કડોદથી વેકેશનમાં બારડોલી પોતાના માસીના ઘરે આવ્યો હતો.

સોમવારના રોજ સાંજના સમયે નૈતિક પરિવાર સાથે કેનાલ રોડ પર ફરવા ગયો હતો. પરિવારને ખબર ન હતી તે નૈતિક નહેર નજીક રમવા માટે ગયો હતો. મોડી સાંજ થઈ ગઈ છતાં પણ નૈતિક પરત ન આવ્યો તેથી પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.

પરંતુ હતો ન મળતા પરિવારજનોએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. ત્યારબાદ પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ત્યારે નૈતિક નહેરની નજીક રમતો દેખાયો હતો. ત્યારબાદ પોલીસે શંકા રાખીને ફાયર વિભાગની મદદથી શહેરમાં નૈતિકની શોધખોળ શરૂ કરી હતી.

મોડી રાત્રે શોધખોળ દરમિયાન નૈતિક મૃતદેહ પાણીમાંથી મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. નૈતિક ના મૃત્યુના સમાચાર સાંભળીને માતા-પિતા ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. મળતી માહિતી અનુસાર નૈતિક નહેરની પાળી પર ચડીને નહેરમાં પથ્થર નાખતો હતો.

આ દરમિયાન પરિવારના સભ્યોએ આમ ન કરવા અને શહેરની પાણીથી દૂર રહેવાનું નૈતિકને કહ્યું હતું. ત્યારબાદ પરિવારના લોકોને ખબર ન હતી તેમ નૈતિક કેનાલ પાસે રમવા આવ્યો હતો. મળતી માહિતી અનુસાર જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે નૈતિક શહેરની પાળી પાસે રમતો નજરે પડ્યો હતો.

રમતા રમતા નૈતિક પાણીમાં પડી ગયો હશે. તેવી શંકા રાખીને પોલીસે ફાયર વિભાગની ટીમ ની મદદથી પાણીમાં શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન નૈતિક મૃતદેહને પાણીમાંથી મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!