પિતાની છત્રછાયા ગુમાવનારી બહેનને ભાઈઓએ ભર્યું એવું મામેરુ કે સામે ઊભેલા ચોકી ગયા, ડોલર ચોંટાડીને લાખો રૂપિયાની બહેનને ચૂંદડી ઓઢાડી…

Published on: 10:17 am, Thu, 22 February 24

મિત્રો ભાઈ અને બહેનનો પવિત્ર સંબંધ તો સમગ્ર વિશ્વમાં અનોખો છે. મા બાપ બાદ તેનું દુનિયામાં કોઈ બીજું હોય તો તે તેનો ભાઈ છે અને આજે આપણે જેની વાત કરવાના છીએ તે દીકરી પિતાની છત્રછાયા ગુમાવેલી છે

અને તેના ભાઈએ પિતાની જગ્યા લઈને બહેનને કેવી રીતે સાચવવી તે પુરવાર કરી બતાવ્યું છે. પોતાની લાડકવાયી બહેન લગ્નમાં મામેરુ લઈને જે ભાઈઓ પહોંચ્યા છે જેને જોતા લોકો દંગ રહી ગયા હતા.નાગોદ જિલ્લાના રાજોદ ગામના બે ભાઈઓએ પોતાની બહેનને ત્યાં શુભ પ્રસંગે મામેરામાં 71 લાખ રોકડા

41 તોલા સોનું અને પાંચ કિલો ચાંદીના દાગીના ભેટ આપ્યા હતા. પોતાના ભાણાભાઈ આકાશના લગ્નમાં બહેન સંતોષના ઘેરે સતિષભાઈ અને મુકેશ ભાઈ મામેરુ લઈને સોનેલી ગામ પહોંચ્યા હતા.મામેરુ લઈને લગ્ન પ્રસંગમાં પહોંચતા જ 500ની નોટોના બંડલની થાળીઓ ભરી હતી અને સોનુ અને ચાંદીના આભૂષણોથી પણ થાળીઓ છલકાઈ ગઈ હતી.

બહેન સંતોષના ભાઈ અમેરિકન એમ્બેસીમાં નોકરી કરે છે અને નાનો ભાઈ મુકેશ ભારતીય સેનામાં આર્મી જવાન તરીકે સેવા આપી રહ્યો છે. દીકરી સંતોષના પિતા 20 વર્ષ પહેલા આર્મીમાં સેવા આપતા હતા ને ત્યારે તેમનું મૃત્યુ થયું હતું. બંને ભાઈઓએ પોતાની બહેન માટે ડોલર લગાડેલી ચુંદડી લઈને પણ આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "પિતાની છત્રછાયા ગુમાવનારી બહેનને ભાઈઓએ ભર્યું એવું મામેરુ કે સામે ઊભેલા ચોકી ગયા, ડોલર ચોંટાડીને લાખો રૂપિયાની બહેનને ચૂંદડી ઓઢાડી…"

Leave a comment

Your email address will not be published.


*