ચારણ આહીર વિવાદિત મામલે લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ ફરી એક વખત બોલ્યા..! કહ્યું કે માયાભાઈ આહિરે માફી…

Published on: 4:11 pm, Wed, 21 February 24

થોડા દિવસ પહેલા જ્યારે તળાજા ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં ગીગાભાઈ નામનો એક વ્યક્તિ ચારણ સમાજ અને માતાજી સોનલ વિશે મન ફાવે તેમ ટિપ્પણી કરી હતી જેથી ચારણ સમાજની લાગણી તો દુભાઈ છે ત્યારે આહીર સમાજ એ પણ એક વ્યક્તિએ કરેલ ભૂલ અંગે ટિપ્પણી પણ નિંદા કરેલ છે

અને તે વ્યક્તિને તેઓ બિલકુલ સમર્થન આપતા નથી તેવું કહ્યું છે.એક વ્યક્તિના કારણે ચારણ સમાજ અને અઢારે વરમની લાગણી દુભાઈ છે અને આપણે બધા જાણીએ છીએ કે આ બનાવ બાદ અનેક મહાનુભાવો તેમજ કલાકારોએ પણ રોજ વ્યક્ત કર્યો છે

ત્યારે સૌના લોક કલાકાર એવા હકાભા ગઢવી એ પણ તે દિવસથી તળાજામાં પાણી નહીં પીવે તેવી જાહેરાત કરી છે અને કોઈ દિવસ ત્યાં કાર્યક્રમ કરવા નહીં જાય તેવો પણ સંકલ્પ લીધો છે.આ મામલે ગુજરાતના ઘણા બધા લોક સાહિત્ય કલાકારોએ નિવેદન આપ્યા છે અને તેમના નિવેદનો સોશિયલ મીડિયામાં ચર્ચાના વિષય પણ બન્યા છે

ત્યારે માયાભાઈ આહીર પણ તે વ્યક્તિના ભૂલની માફી પણ માગી છે અને ચારણ સમાજ પાસે તેઓએ માફી માગી છે અને જેનો જવાબ હકાભા ગઢવી આપ્યો છે કે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

હકાભા કહે છે કે માયાભાઈ આહીર એ માફી માગી છે પરંતુ તેમની જરૂર નથી માફી તો પહેલા માણસને માગવી જોઈએ માયાભાઇ તો ખૂબ સારા માણસ છે માયા મામાને માફી માગવાની બિલકુલ જરૂર નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ચારણ આહીર વિવાદિત મામલે લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ ફરી એક વખત બોલ્યા..! કહ્યું કે માયાભાઈ આહિરે માફી…"

Leave a comment

Your email address will not be published.


*