કપાસ માંથી બનતી આ વસ્તુના ભાવમાં થયો અધધધ વધારો ખેડૂતો માટે આવી શકે છે સારા સમાચાર.

Published on: 10:31 am, Fri, 16 October 20

કોટનના ભાવમાં અત્યાર સુધીમાં ₹ 1700 ની વૃદ્ધિ સાથે 39,000 ની સપાટી પર બોલાતા હતા અને જે વધ્યા ભાવમાં ₹200 મેં નરમાઇ જોવા મળી હતી.પાઈપલાઈન ખાલી હોવાના કારણે તેમજ બે દિવસોમાં વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પાકના મોટાપાયે નુકસાન થયું છે.જેને પગલે ભાવ વધીને આ મહિનામાં ₹40000 નુ સ્તર દર્શાવી શકે છે. કોરોના મહામારી પાછળ એપ્રિલમાં ભાવ તૂટી ને 33000 થી નીચે ઉતરી ગયો હતો. કોટન ના ભાવ ગયા અઠવાડિયે 39000 ના સ્તરે ટ્રેન્ડ થતા હતા.

ચાલુ અઠવાડિયા સોમવારથી બુધવાર સુધીમાં તેમાં ઝડપી સુધારો જોવા મળ્યો હતો.સ્થાનિક યાર્ન મિલોની સારી માંગ તથા નિકાસકારોની લેવાતા ભાવમાં વધારો થયો હતો.સમગ્ર કોટન કોમ્પલેક્સમાં મજબૂતી જોવા મળી હતી જેમકે કપાસના ભાવમાં 900 થી 1050 સુધી મળ્યા હતા. કપાસિયા 500-510 થી 550 સુધીનો ભાવ વધ્યો હતો.

વૈશ્વિક સ્તરે પામ તેલમાં મજબૂતીને.કારણે કપાસિયા તેલમાં પણ સુધારો નોંધાયો છે. આમ પ્રોડક્ટ ચેઇન માં દરેક સ્તરે લાભ થયો છે. જે ઉદ્યોગ માટે સારી બાબત છે.

અને કોટન નોંધપાત્ર આવકો શરૂ થવાના કારણે 70 ટકા જેટલી જિનિંગ ફેક્ટરી કાર્યરત થઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!